મેલબોર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાનારી આગામી બૉક્સિંગ ડે ટેસ્ટમાં 25000 દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ કરવાની અનુમતી આપવામાં આવશે. કૉવિડ-19 મહામારીની વચ્ચે બન્ને ટીમોની વચ્ચે મેલબોર્નમાં 26 ડિસેમ્બરથી બીજી ટેસ્ટ મેચ રમાશે, જે બૉક્સિંગ ડે ટેસ્ટ હશે.


એમસીજીએ આ બૉક્સિંગ ડે ટેસ્ટ માટે સ્ટેડિયમની ક્ષમતાનો એક ચોથો ભાગ દર્શકો માટે રાખ્યો છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી ભારતીય ક્રિકેટ ટીમ 17 ડિસેમ્બરે એડિલેડમાં યજમાન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી ડે નાઇટ ટેસ્ટમાં બોર્ડર-ગાવસ્કર ટ્રૉફી ખિતાબ બચાવો અભિયાનની શરૂઆત કરશે.

એડિલેડમાં રમાનારી પહેલી ડે નાઇટ ટેસ્ટ મેચ બાદ બન્ને ટીમો 26 ડિસેમ્બરે મેલબોર્ન ક્રિેકટ ગ્રાઉન્ડમા બીજી ટેસ્ટ, સાત જાન્યુઆરી 2021થી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ત્રીજી ટેસ્ટ અને 15 જાન્યુઆરી 2021માં ગાબામાં ચોતી અને અંતિમ ટેસ્ટ મેચ રમાશે.

વિક્ટોરિયાની સરકાર મેલબોર્ન ક્રિકેટ ક્લબ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સભ્યો અને ફેન્સને સુરક્ષિત રીતે ટેસ્ટમાં ભાગ લેવા માટે સક્ષમ કરવા માટે એક કૉવિડ સેફ પ્લાન ડેવલપ કરશે.