India Probable Playing XI For 2nd ODI: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે બીજી મેચ રાયપુરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ પહેલા સીરીઝ જીતવા માટે ટીમ ઇન્ડિયામાં એક મોટો ફેરફાર થઇ શકે છે. શહીર વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ફાસ્ટ બૉલરોને મદદ મળી શકે છે, આ કારણોસર અહીં ફરી એકવાર યુવા ફાસ્ટ બૉલર ઉમરાન મલિકને તક આપવામાં આવી શકે છે.


ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વનડેમાં ભારતીય ટીમે ભલે જીત મેળવી હોય, પરંતુ બૉલિંગમાં કંઇક ખાસ કમાલ નથી કરી શકી. ટીમ ઇન્ડિયાએ 350 રનનો ટાર્ગેટ આપ્યો હોવા છતાં કીવી ટીમ માત્ર 12 રનો જ હારી હતી, આ વાત ભારતીય બૉલિંગ ડિપાર્ટમેન્ટ માટે ખરાબ નિશાની છે.


આજે ફરી થશે આ યુવા બૉલરની વાપસી- 
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે પહેલા સમાચાર છે કે, ટીમમાં એક ફેરફાર થઇ શકે છે. રિપોર્ટ છે કે, આજની બીજી વનડેમાં રોહિત શર્મા યુવા ફાસ્ટ બૉલ ઉમરાન મલિકને મોકો આપી શકે છે. આજની મેચમાં શાર્દૂલ ઠાકુરનુ ટીમમાંથી બહાર રહેવુ લગભગ નક્કી છે જ્યારે ઉમરાન મલિકને મોકો આપવામાં આવી શકે છે. આજની પ્લેઇંગ ઇલેવનમાં ફરીથી ઉમરાનની વાપસી થઇ શકે છે.  


ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વૉશિંગટન સુંદર, ઉમરાન મલિક, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.


ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, ડેરીલ મિશેલ, ટોમ લેથમ (C & WK), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, હેનરી શિપલે, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર 


ભારતીય ટીમ પહેલાથી બનાવી ચૂકી છે લીડ -
કીવી ટીમ સામે રમાઇ રહેલી ત્રણ મેચોની સીરીઝમાં ભારતીય ટીમ પહેલી વનડે મેચ જીતીને સીરીઝ પર 1-0થી પહેલાથી લીડ બનાવી ચૂકી છે. રોહિત શર્મા આજે સીરીઝ કબજે કરવાના પ્રયાસે મેદાનમાં ઉતરશે. હૈદરાબાદ વનડેમાં ભારતીય ટીમે કીવી ટીમે 12 રનોથી હાર આપી હતી. 


ન્યૂઝીલેન્ડ સામેની બીજી વન-ડે અગાઉ ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો - 
હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં સ્લો ઓવર રેટ બદલ ટીમ ઇન્ડિયાને આઇસીસીએ દંડ ફટકાર્યો હતો. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે 12 રને જીત મેળવી હતી. આ મેચમાં સ્લો ઓવર રેટના કારણે ભારતીય ટીમ પર આ દંડ ફટકારવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેની બીજી મેચમાં ભારતે ધીમી ઓવર રેટથી બોલિંગ કરી હતી. આ બાબતને ધ્યાનમાં લેતા મેચ રેફરી જવાગલ શ્રીનાથે ટીમ ઈન્ડિયાને મેચ ફીના 60 ટકા દંડ ફટકાર્યો હતો.