IND vs AUS 3rd ODI Possible Playing11: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS)ની વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝમાં નિર્ણાયક મેચ રમાશે. આજે (22 માર્ચે) બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે. બન્ને ટીમો ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેપૉકમાં ટકરશા. ચેપૉકની પીચ ખાસ કરીને સ્પીન ફ્રેન્ડલી હોય છે. જોકે, આ વખતે અહીં ફાસ્ટ બૉલરોને સારી સીમ અને સ્વિંગ જોવા મળી શકે છે. આવામાં ગઇ મેચની પ્લેઇંગ ઇલેવનના કૉમ્બિનેશનમાં શું ફેરફાર થઇ શકે છે. જાણો અહીં.... 


ટીમ ઇન્ડિયાનું પ્લેઇંગ કૉમ્બિનેશન  -
ટીમ ઇન્ડિયામાં ફેરફારના આસાર ના બરાબર છે. ગઇ મેચમાં પોતાની વનડે ક્રિકેટ ઇતિહાસની સૌથી ખરાબ હાર ઝીલ્યા બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટ પોતાની તે જ પ્લેઇંગ ઇલેવન કૉમ્બિનેશનને મેદાનમાં ઉતારી શકે છે, જે વિશાખાપટ્ટનમમાં દેખાઇ હતી. એટલે કે પાંચ બેટ્સમેન, બે સ્પિન અને એક ફાસ્ટ બૉલિંગ ઓલરાઉન્ડર, બે ફાસ્ટ બૉલર અને એક સ્પીનર. 


ભારતીય ટીમમાં જો કોઇ ફેરફાર થઇ શકે છે, તો તે કુલદીપ યાદવની જગ્યાએ યૂજવેન્દ્ર ચહલને અજમાવવામાં આવી શકે છે. સૂર્યકુમાર યાદવની જગ્યાએ ઇશાન કિશનને મોકો આપવાનો પણ કયાસ લગાવવામાં આવી રહ્યો છે, પરંતુ સંભવતઃ ટીમ ઇન્ડિયા સૂર્યાને જ ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં યથાવત રાખી શકે છે.  


એવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન- 
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ/ યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી.  


ઓસ્ટ્રેલિયાનું પ્લેઇંગ ઇલેવન કૉમ્બિનેશન - 
ઓસ્ટ્રેલિયન ટીમમાં જરૂર ફેરફાર જોવા મળી શકે છે. જો ડેવિડ વૉર્નર અને ગ્લેન મેક્સવેલ ફિટ છે, તો તે પ્લેઇંગ ઇલેવનમાં દેખાઇ શકે છે. આવામાં માર્નસ લાબુશાનેને બહાર બેસાડવામાં આવી શકે છે. કેપ્ટન સ્ટીવ સ્મિથ જો ચેપૉકની પીચને સ્પિન ફ્રેન્ડલી જ મેળવશે તો તે સીન એબૉટ અને નાથન એલિસની જગ્યાએ એશ્ટન એગરનો મોકો આપશે. આવામાં કાંગારુ ટીમની પાસે બે સ્પિન ઓલરાઉન્ડર, એક સ્પિનર, એક ફાસ્ટ બૉલર, ત્રણ ફાસ્ટ બૉલિંગ ઓલરાઉન્ડર અને ચાર બેટ્સમેનનું પ્લેઇંગ ઇલેવનમાં કૉમ્બિનેશન હશે. 


આવી હોઇ શકે છે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન - 
ડેવિડ વૉર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), કેમરૂન ગ્રીન, ટ્રેવિસ હેડ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટૉઇનિસ, એલેક્સ કેરી, એડમ જામ્પા, સીન એબૉટ/એશ્ટન એગર, મિશેલ સ્ટાર્ક.