Smriti Mandhana WPL 2023: વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સીઝન રોયલ ચેલેન્જર્સ બેંગલોરની મહિલા ટીમ માટે યાદગાર રહી ન હતી. RCBની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી. ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાના લીગની પ્રથમ સીઝનમાં સૌથી મોંઘી ખેલાડી હતી. આરસીબીએ તેને 3.40 કરોડ રૂપિયા ખર્ચીને ટીમમાં સામેલ કરી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધૂમ મચાવનારી સ્મૃતિ મહિલા IPL 2023માં સુપર ફ્લોપ રહી હતી. તે એક પણ મેચમાં સારુ પ્રદર્શન કરી શકી નથી. લીગમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદી પર નજર કરીએ તો સ્મૃતિ પણ ટોપ-15માંથી બહાર છે. જોકે ટીમ મેનેજમેન્ટને તેની પાસેથી ઘણી આશાઓ હતી.






અડધી સદી ફટકારી શકી નથી.


સ્મૃતિ મંધાના મહિલા પ્રીમિયર લીગમાં ખરાબ રીતે ફ્લોપ રહી હતી. તે આ લીગમાં એક પણ અડધી સદી ફટકારી શકી નથી. ટીમની કેપ્ટનશિપ દરમિયાન તેણે 8 મેચ રમી હતી. આ દરમિયાન તેણે 149 રન ફટકાર્યા હતા. મહિલા IPLની આ સીઝનમાં તેનો સર્વોચ્ચ સ્કોર 37 રન હતો. તે 8 મેચમાં 22 ચોગ્ગા અને માત્ર ત્રણ છગ્ગા ફટકારવામાં સફળ રહી હતી. તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં 17મા નંબર પર છે. તેના આ આંકડા દર્શાવે છે કે સ્મૃતિ મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સીઝનને યાદ રાખવાનું પસંદ કરશે નહીં.


વુમન્સ પ્રીમિયર લીગ 2023ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ચોથા સ્થાને હતી. મહિલા IPLની શરૂઆતની સીઝનમાં RCBની ટીમ 8 મેચમાંથી માત્ર 2 જ જીતી શકી હતી. સ્મૃતિ મંધાનાની ટીમ બેંગ્લોર સતત 5 મેચ હારી છે. તે પછી 2 મેચ જીતીને વાપસી કરવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ RCBનું ભાવિ અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર હતું. પરંતુ છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે તેનો પરાજય થતાં જ તેની પ્લે-ઓફમાં પહોંચવાની તમામ આશાઓ તૂટી ગઈ હતી.


Women's Premier League Delhi Capitals: WPL ફાઇનલમાં પહોંચી દિલ્હી કેપિટલ્સ, મુંબઇ-UP વચ્ચે રમાશે એલિમિનેટર મેચ


દિલ્હી કેપિટલ્સએ વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની ફાઇનલમાં સ્થાન મેળવ્યુ છે. દિલ્હીએ મંગળવારે (21 માર્ચ) બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી છેલ્લી ગ્રુપ મેચમાં યુપી વોરિયર્સ (UPW) ને પાંચ વિકેટથી હરાવ્યું હતું. આ જીતને કારણે દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહી અને ફાઇનલમાં સીધો પ્રવેશ મેળવ્યો હતો.


એલિમિનેટર મુંબઈ અને યુપી વચ્ચે રમાશે


ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો યુપી વોરિયર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની એલિમિનેટર મેચના વિજેતા સાથે થશે. પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ બીજા અને યુપી વોરિયર્સ ત્રીજા સ્થાને છે, જેના કારણે બંને ટીમોએ એલિમિનેટર મેચમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. એલિમિનેટર મેચ 24 માર્ચે અને ફાઈનલ 26 માર્ચે યોજાવાની છે