IND vs AUS Indore Test: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારત વિરુદ્ધ રમાઇ રહેલી બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી 2023ની ત્રીજી ટેસ્ટ મેચ માટે સ્ટીવ સ્મિથ (Steve Smith)ને ટીમનો નવો કેપ્ટન બનાવ્યો છે. પરમેનન્ટ કેપ્ટન પેટ કમિન્સ આ મેચમાં ઉપલબ્ધ નહીં રહે, આ કારણોસર આ જવાબદારી સ્ટીવ સ્મિથને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પેટ કમિન્સ પારિવારિક કારણોસર તે ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે, અને હવે ઇન્દોર ટેસ્ટમાં રમતો જોવા નહીં મળે. અત્યારે ભારતીય ટીમે 2-0થી લીડ બનાવી રાખી છે.


ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારતીય ટીમ પહેલી બે ટેસ્ટ મેચો જીતીને ઓસ્ટ્રેલિયન ટીમ પર 2-0થી લીડ બનાવી ચૂકી છે. આવામાં સ્ટીવ સ્મિથ જ પોતાની ટીમને સીરીઝમાં વાપસી કરાવી શકે છે. સ્ટીવ સ્મિથ માટે આ એક મોટો પડકાર રહેશે, જોકે, તેનો અનુભવ ટીમને કામ આવી શકે છે.  જાણો અહીં સ્ટીવ સ્મિથની કેવી રહી છે ટેસ્ટ કેપ્ટનશીપ.... 


36 મેચોમાં કરી ચૂક્યો છે ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશીપ  -
સ્ટીવ સ્મિથ ગયા વર્ષે પણ ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળી ચૂક્યો છે. વર્ષ 2014 થી 2018 સુધી આ ઓસ્ટ્રેલિયાનો ટેસ્ટ કેપ્ટન રહી ચૂક્યો છે. આ પછી તેને કેટલાક પ્રસંગે ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળી છે. તે 36 મેચોમાં ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન રહી ચૂક્યો છે, અહીં તેને પોતાની ટીમને 20 મેચોમાં જીત અપાવી છે, તેની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયન ટીમને 10 મેચોમાં હારનો સામનો પણ કરવો પડ્યો છે. વળી, 6 મેચો ડ્રૉ રહી છે, એટલે કે ઓવરઓલ તેનો રેકૉર્ડ સારો રહ્યો છે. 


ગઇ વખતે ભારત પ્રવાસ પર પણ સ્ટીવ સ્મિથ હતો કેપ્ટન  -
સ્ટીવ સ્મિથ ગઇ વખતે ભારત પ્રવાસ પર આવેલી ઓસ્ટ્રેલિયન ટીમનો કેપ્ટન રહ્યો હતો, આ પ્રવાસ પર પણ ઓસ્ટ્રેલિયા ટીમ સીરીઝ તો ન હતી જીતી શકી, પરંતુ તેને એક ટેસ્ટમાં જરૂર સફળથા હાંસલ થઇ હતી. ફેબ્રુઆરી 2017 માં રમાયેલી પુણે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 333 રનોથી હાર આપી હતી. ઇન્દોરમાં પણ ઓસ્ટ્રેલિયાને પોતાના કેપ્ટન પાસેથી આવી રીતે જીતની આશા રહેશે. 


સ્ટીવ સ્મિથ કેપ્ટન તરીકે બેટ્સમેન પણ વધુ કારગર સાબિત થયો છે. તેની કેપ્ટન તરીકે બેટિંગ એવરેજ 67.73 ની રહી છે. વળી, હવે તે માત્ર એક બેટ્સમેન તરીકે ટીમમાં રહે છે, તો તેની બેટિંગ એવરેજ 55.73 ની રહી છે.