Yash Looks Dapper In Ethnic Outfit: કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરહીટ એક્ટર યશે (Yash) ફિલ્મ 'કેજીએફ' (KGF) બાદ પેન ઇન્ડિયા ઓળખ મેળવી લીધી છે. એક્ટરનો ચાહક વર્ગ ખુબ મોટી વધી ગયો છે. હાલમાં તે ગજબનો મોટો સેલિબ્રિટી બની ગયો છે. પરંતુ હાલમાં ઇન્ટરનેટ પર એક તસવીર ખુબ વાયરલ થઇ રહી છે, જેમાં એક્ટર યશનો ડેશિંગ ટ્રેડિશનલ લૂક જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં 'કેજીએફ' એક્ટર યશ ભારતીય સ્ટાર ક્રિકેટર દિનેશ કાર્તિકની સાથે દેખાઇ રહ્યો છે.
દિનેશ કાર્તિકની સાથે યશની લેટેસ્ટ તસવીર -
લોકપ્રિય સ્ટાર ક્રિકેટર દિનેશ કાર્તિકે તાજેતરમાં જ પોતાના ટ્વીટર હેન્ડલ પર એક ખાસ કેપ્શનની સાથે આ તસવીર શરે કરી છે, તેને લખ્યુ છે - સલામ રોકી ભાઇ. રિપોર્ટ અનુસાર, દિનેશ કાર્તિકની એક લગ્નમાં કન્નેડ સિનેમાના સુપરસ્ટાર સાથે મુલાકાત થઇ હતી, અને બન્ને તરતજ સારા દોસ્ત પણ બની ગયા હતા. તસવીરોમાં એક્ટર યશ કાળા અને લાલ રંગના એથનિક સૂટમાં ખુબ ડેશિંગ લાગી રહ્યો છે. તેને કાળા જુતાની સાથે મોટી ચોટલીથી પોતાના લૂકને પુરો કર્યો હતો. વળી, દિનેશ કાર્તિકે નેવી બ્લૂ કઢાઇ વાળી જેકેટ અને મેચિંગ કુર્તો પહેરી રાખ્યો હતો. આ બન્નેની તસવીર અત્યારે સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહી છે.
--
KGF Chapter 3: 'રોકી ભાઈ' યશની 'KGF ચેપ્ટર 3' થિયેટરોમાં ક્યારે થશે રિલીઝ?
KGF Chapter 3: રાહ જોવાનો સમય પૂરો થયો. જે ખબર માટે તમે છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ બેઠા હતા. તે સમાચાર આવી ગયા છે. હા, અભિનેતા યશના જન્મદિવસ પર એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. યશના જન્મદિવસ પર KGF ચેપ્ટર 3ની જાહેરાત કરવામાં આવી છે. હોમ્બલે ફિલ્મ્સના સ્થાપક વિજય કિરંગાન્દુરે ચાહકોને એક અદ્ભુત ભેટ આપી છે અને જાહેર કર્યું છે કે તમારા રોકી ભાઈ થિયેટરોમાં ક્યારે આવશે. દિલ થામીને બેસો કારણ કે તેમણે ફિલ્મ વિશે જે પણ કહ્યું છે અમે તમને તે બધું જ કહેવા જઈ રહ્યા છીએ.
હોમ્બલે ફિલ્મ્સના સ્થાપક વિજય કિરગંદુરએ કર્યો ખુલાસો
મીડિયા સાથેની વાતચીત દરમિયાન હોમ્બલે ફિલ્મ્સના સ્થાપક વિજય કિરગંદુરએ ખુલાસો કર્યો છે કે KGF ચેપ્ટર 3નું પ્રી-પ્રોડક્શન કાર્ય હજી શરૂ થયું નથી પરંતુ તે ગમે ત્યારે શરૂ થઈ શકે છે. અત્યારે ફિલ્મના દિગ્દર્શક પ્રશાંત નીલ વ્યસ્ત છે. તે ફ્રી થતાં જ કામની ગાડી દોડવા લાગશે. વિજયના કહેવા પ્રમાણે આ ફિલ્મ ન તો 2023માં આવશે અને ન તો 2024માં. તેના બદલે આ ફિલ્મ 2025 સુધીમાં રિલીઝ થશે.
યશના ચાહકો માટે ખરાબ સમાચાર છે
તેથી જ KGF ચેપ્ટર 3માં વિલંબ થઈ રહ્યો છે
વધુમાં વિજયે જણાવ્યું કે તે હજુ સુધી KGF 3નું પ્લાનિંગ કરી શક્યા નથી. પ્રશાંત નીલ હાલમાં 'સલાર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેથી જ તે આ ફિલ્મને વધુ સમય આપી શક્યા નથી. તેથી જ તે ત્રીજા ભાગની વાર્તાને આગળ વધારી શક્યા નથી અને સંવાદથી લઈને પટકથા સુધી બધું જ અટકી ગયું છે. પ્રશાંત નીલ સાથે પ્રભાસ માટે 'સાલર' ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે પ્રશાંત નીલ પાસેથી જ્યાં KGF પછી દર્શકોની અપેક્ષાઓ વધી છે. તે જ સમયે 'રાધે શ્યામ' અને 'સાહો' ખરાબ રીતે પીટાયા બાદ દર્શકો પ્રભાસ પાસેથી 'બાહુબલી'ની અપેક્ષા રાખી રહ્યા છે.