IND vs AUS 3rd Test: ઓસ્ટ્રેલિયાની ટીમ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી 2023માં 0-2 થી પાછળ છે, ચાર મેચોની ટેસ્ટ સીરીઝમાં હારથી બચવા માટે હવે ઓસ્ટ્રેલિયન ટીમે જબરદસ્ત પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ઓસ્ટ્રેલિયન ટીમને હવે કોઇપણ ભોગો ઇન્દોર ટેસ્ટમાં જીત હાંસલ કરવી છે, અને આ માટે હવે તેઓ નેટ્સમાં પરસેવો પાડવા લાગ્યા છે. શુક્રવારે કાંગારુ ટીમના ખેલાડીઓએ સતત 4 થી 5 કલાક જબરદસ્ત પ્રેક્ટિસ કરી. 


ઓસ્ટ્રેલિયન ટીમ અત્યારે ઇન્દરોમાં નથી આવી, તે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં જ ઇન્દોર ટેસ્ટની પ્રેક્ટિસ કરવામાં લાગી છે. એક સૉર્સે એએનઆઇને બતાવ્યુ કે, શુક્રવારે સવારે ઓસ્ટ્રેલિયાની ટીમ પોતાની તમામ ખેલાડીઓની સાથે અરુણ જેટલી સ્ટેડિયમમાં અભ્યાસ કરવા માટે પહોંચી હતી, ત્યાં તેમને 4 થી 5 કલાક સુધી સખત પ્રેક્ટિસ કરી. રવિવારે આ ટીમ ઇન્દોર માટે રવાના થઇ જશે. 


ઇન્દોરમાં સ્ટીવ સ્મિથ છે કાંગારુ ટીમના કેપ્ટન - 
ઇન્દોર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમની કમાન સ્ટીવ સ્મિથના હાથોમાં હશે. ખરેખરમાં, પેટ કમિ્ન્સ પારિવારિક કારણોસર આ ટેસ્ટમાં ઉપલબ્ધ નથી. પેટ કમિન્સની સાથે ડેવિડ વૉર્નર પણ આ મેચમાં નહીં જોવા મળે. તે ઇજાના કારણે ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઇ ગયો છે. ગઇ ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં બે ખેલાડીઓના બહાર થવાથી કાંગારુ ટીમને મોટો ફટકો પડ્યો છે. જોકે, હવે તેમની જગ્યાએ કોણે રિપ્લેસ કરે છે તે જોવાનુ રહ્યુ. 


Border-Gavaskar Trophy: વિશ્વાસ રાખો... આગામી ટેસ્ટમાં ભારતને જોરદાર ટક્કર આપશે ઓસ્ટ્રેલિયા -ગ્લેન મેક્સવેલ


Border-Gavaskar Trophy: ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે અત્યારે ભારતમાં જ ચાર ટેસ્ટ મેચોની બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી સીરીઝ રમાઇ રહી છે, પ્રથમ બે મેચો રમાઇ ચૂકી છે, જેમાં રોહિત શર્માની આગેવાની વાળી ટીમ ઇન્ડિયાએ કાંગારુ ટીમને જબદસ્ત માત આપીને સીરીઝમાં પહેલાથી 2-0થી લીડ બનાવી લીધી છે, હવે ત્રીજી ટેસ્ટ પહેલા નિવેદનબાજી શરૂ થઇ ગઇ છે. કાંગારુ ટીમની સળંગ બે કારમી હાર બાદ દિગ્ગજો ઓસ્ટ્રેલિયન ટીમને ઘેરી રહ્યા છે, ત્યારે સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ટીમના સાથી ખેલાડીઓના સપોર્ટમાં આવ્યો છે. 


ઇન્દોર ટેસ્ટ પહેલા ગ્લેન મેક્સવેલે કહ્યું કે, અમે બન્ને ટેસ્ટ મેચ ભલે હાર્યા હવે ત્રીજી ટેસ્ટમાં જોરદાર ટક્કર આપીશુ. તેને કહ્યું કે, દિલ્હી ટેસ્ટમાં અમે ત્રીજા દિવસની શરૂઆત સુધી આગળ હતા, પરંતુ બાદમાં બધુ ઠીક ના રહ્યું, કોઇપણ સમયે ટેસ્ટમાં આપણે આગળ હોઇએ તો પ્રતિક છે કે અમે બરાબર કરી રહ્યાં છીએ, હું ચોક્કસ રીતે કહી શકુ છે કે, આગામી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમ ભારતને જોરદાર ટક્કર આપશે, કંઇક સારુ કરવા માટે વિશ્વાસ રાખો. અમે જોરદાર વાપસી કરીશું. 


India vs Australia 3rd Test: ત્રીજી ટેસ્ટ અગાઉ ઓસ્ટ્રેલિયાને ઝટકો, કેપ્ટન કમિન્સ બહાર, આ ખેલાડીને મળી કેપ્ટનશીપ


બોર્ડર ગવાસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ અગાઉ ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો હતો. કમિન્સ બીજી ટેસ્ટ બાદ ઓસ્ટ્રેલિયા પરત ફર્યો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ માહિતી આપી હતી.


પેટ કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ ઈન્દોરમાં યોજાનારી ત્રીજી ટેસ્ટમાં કેપ્ટનશીપ સંભાળશે. ગયા અઠવાડિયે ઓસ્ટ્રેલિયન ટીમની સતત બીજી ટેસ્ટ હાર બાદ કમિન્સ સિડની પરત ફર્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, કમિન્સની માતાનું સ્વાસ્થ્ય સારું નથી.









સ્ટીવ સ્મિથ બીજી ટેસ્ટના અંત પછી તેની પત્ની સાથે થોડા દિવસોની યાત્રા પર દુબઇ ગયો હતો. તેને આગામી ટેસ્ટ માટે કમિન્સના નિર્ણય વિશેની માહિતી મળી હતી. સ્મિથે બે ટેસ્ટમાં ટીમની કેપ્ટનશીપ કરી છે.