Abbas afridi hit 6 sixes in one over : પાકિસ્તાની બેટ્સમેન અબ્બાસ આફ્રિદીએ શુક્રવારે કુવૈત સામેની હોંગકોંગ સિક્સીસ મેચમાં  એક જ ઓવરમાં 6 સિક્સ ફટકારીને યાસીન પટેલના રેકોર્ડની બરાબરી કરી હતી. ટીમ દીઠ છ ઓવરની આ ટુર્નામેન્ટમાં કુવૈત સામે 124  રનના લક્ષ્યાકનો પીછો કરતા અબ્બાસે માત્ર 12  બોલમાં 55  રન બનાવ્યા. કુવૈત સામે 123  રન આપ્યા બાદ પાકિસ્તાને મેચના છેલ્લા બોલ પર લક્ષ્યાંક હાંસિલ કર્યું હતું.

Continues below advertisement


24 વર્ષીય અબ્બાસે આ મેચ પહેલા જુલાઈ 2024 માં બાંગ્લાદેશ સામે મેચ રમી હતી ત્યારબાદ તેને કોઈ તક મળી નહોતી.   તેણે આ વર્ષે જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે રાષ્ટ્રીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. માત્ર 12  બોલમાં 55  રનની તેની ઇનિંગ ચોક્કસપણે પસંદગીકારોનું ધ્યાન આકર્ષિત કરશે.






પોતાના ડેબ્યૂ પછી, તેણે કુલ 24 ટી20 મેચ રમી છે, જેમાં 12.18  ની સરેરાશ અને 112.61  ના સ્ટ્રાઇક રેટથી માત્ર 134 રન બનાવ્યા છે. તેણે આ વર્ષે જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે રાષ્ટ્રીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. 12 બોલમાં 55  રનની તેની ઇનિંગ ચોક્કસ કેટલાક પસંદગીકારોનું ધ્યાન ખેંચશે.                 


અબ્બાસ આફ્રિદીએ માત્ર 12બોલમાં 55  રનની મેચવિનિંગ ઇનિંગ રમી હતી.  જેમાં આઠ છગ્ગા ફટકાર્યા, જે ટુર્નામેન્ટના ઇતિહાસમાં એક જ ઇનિંગમાં બીજો સૌથી વધુ સ્કોર છે. પોતાની ઇનિંગ દરમિયાન અબ્બાસ આફ્રિદીએ એક ઓવરમાં છ છગ્ગા પણ ફટકાર્યા હતા.  જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.      


હોંગકોંગ સિક્સીસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ શું છે ?


હોંગકોંગ સિક્સીસ એક ઝડપી ગતિવાળી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ છે જેમાં છ ઓવરની મેચો હોય છે. સૌપ્રથમ 1992 માં આયોજિત અને ICC દ્વારા મંજૂર કરાયેલ, આ ટુર્નામેન્ટ મનોરંજન માટે બનાવવામાં આવી છે. દરેક મેચ લગભગ 45 મિનિટ ચાલે છે. આ ફોર્મેટમાં, વિકેટકીપર સિવાય બધા ખેલાડીઓ એક ઓવર ફેંકે છે.


આ સિઝનમાં, ટુર્નામેન્ટમાં નવ ટીમો છે, જેને ત્રણના ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. નોકઆઉટ રાઉન્ડ હવે ચાલી રહ્યા છે.