ન્યૂઝીલેન્ડ પ્રવાસે ગયેલ પાકિસ્તાની ક્રિકેટ ટીમને મોટો ઝાટકો લાગ્યો છે. પાકિસ્તાનના છ ખેલાડી કોરોના પોજિટિવ મળી આવ્યા છે. આ વાતની જાણકારી ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આપી છે. કોરોના પોઝિટિવ મળી આવેલ આ તમામ ખેલાડીઓને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. બીજી બાજુ કોરોનાના જોખમની વચ્ચે આઈસોલેશન દમરિયાન મળેલ પ્રેક્ટિસની છૂટ અટકાવી દેવામાં આવી છે. હાલમાં કોરોના પોઝિટિવ મળી આવેલ ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી.


પ્રેક્ટિસ નહીં કરી શકે ખેલાડી

જણાવીએ કે, ન્યૂઝીલેન્ડ માટે રવાના થતા પહેલા પાકના સ્ટાર બેટ્સમેન ફખર જમાં પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતો જેના કારણે તેને પ્રવાસમાંથી બહાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનની ટીમ 24 નવેમ્બરના રોજ ન્યૂઝીલેન્ડ પહોંચી હતી. અહીં પાક ટીમ 14 દિવસ સુધી કોરેન્ટાઈન રહી હતી.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટના નિવેદન અનુસાર, આ છ ખેલાડીઓમાંથી બે ખેલાડીની અંદર જે લક્ષણ મળી આવ્યા છે તે પહેલાથી જ હાજર હતા, જ્યારે ચાર ખેલાડી હાલમાં જ વાયરસની ઝપેટમાં આવ્યા છે.

18 ડિેસેમ્બરના રોજ રમાશે પ્રથમ મેચ

ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર પાકિસ્તાની ક્રિકેટ ટીમ ત્રણ ટી20 અને 2 ટેસ્ટ મેચની સીરીઝ રમશે. બન્ને ટીમની વચ્ચે પ્રથમ ટી20 મેચ 18 ડિસેમ્બરે ઓકલેન્ડમાં રમાશે. પાકિસ્તાની ટીમને આ પ્રવાસ પહેલા બાબર આજમને ટેસ્ટનો કેપ્ટન બનાવ્યો હતો. બાબર આજમ પહેલાથી જ વનડે અને ટી20માં કેપ્ટન છે.