નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી સિઝનને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આઇપીએલ માટે યોજાનારી આગામી હરાજીમાં દેશ-વિદેશના મળીને કુલ 971 ક્રિકેટરોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. આ વાતની માહિતી સોમવારે ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે (બીસીસીઆઇ) આપી છે.


બીસીસીઆઇ અનુસાર, આઇપીએલ 2020 માટે ક્રિકેટરોના રજિસ્ટ્રેશનની તારીખ 30 નવેમ્બર, 2019 હતી. જેમાં કુલ 971 ક્રિકેટરોએ આઇપીએલમાં હરાજીમાં ખરીદાવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે, જેમાં 215 ખેલાડીઓ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી ચૂકેલા સામેલ થયા છે. હવે આ મહિને 19 તારીખે (19 ડિસેમ્બરે) કોલકત્તામાં આઇપીએલ માટે હરાજી થવાની છે.



ખાસ વાત એ છે કે, હરાજીમાં કુલ 73 જગ્યાઓને ભરવાની છે, જેમાં માટે 215 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સહિત 971 ક્રિકેટરોએ રજિસ્ટ્રેશનમાં ભાગ લીધો છે. વળી 754 ખેલાડીઓ એવા છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નથી રમ્યા, ઉપરાંત બે ખેલાડીઓ એસોસિએટ નેશનના છે.