બેગ્લુંરુઃ ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન મનિષ પાંડે સોમવારે પોતાની ગર્લફ્રેન્ડ અશ્રિતા શેટ્ટી સાથે લગ્નનાં બંધનમાં બંધાઇ ગયો, અશ્રિતા શેટ્ટી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મોટી એક્ટ્રેસ છે.

મનીષ પાંડેએ લગ્ન દરમિયાન ક્રિમ કલરની શેરવાની પહેરી હતી. જ્યારે અશ્રિતા શેટ્ટી લાલ રંગની સિલ્ક સાડીમાં જોવા મળી હતી. મનિષ પાંડે અને અશ્રિતા શેટ્ટીના લગ્નની શુભેચ્છા અનેક ક્રિકેટરો આપી, જેમાં સૌથી ખાસ અંદાજમાં રોહિતે આપી હતી. રોહિતે એક ટ્વીટ કરીને બન્નેને કહ્યું આ તમારી બેસ્ટ ઇનિંગ છે.
હિટમેન અને ભારતીય ટીમના ઉપકેપ્ટન રોહિત શર્માએ મનિષ પાંડેને ટેગ કરતા, બન્નેની લગ્નની એક તસવીર કરી અને શુભેચ્છા પાઠવી. રોહિતે લખ્યું કે, 'દુઆ કરુ છુ તમને બન્નેને દુનિયાની બધી ખુશીઓ મળે. મારો વિશ્વાસ કરો આ તમારી સૌથી બેસ્ટ ઇનિંગ હશે', આની સાથે રોહિતે એક આંખ મારતી ઇમોજી પણ શેર કરી હતી. જેના પરથી માની શકાય કે રોહિતે આ એકદમ ક્રિકેટિયા અંદાજમાં રમૂજ કરી છે.


અશ્રિતા સાઉથની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં તમિલ ફિલ્મો- ઓરુ કન્નિયુમ, ઉડ્ડયમ,એનએચ 4 જેવી ફિલ્મો પણ સામેલ છે.


ખાસ વાત છે કે, 30 વર્ષીય મનિષ પાંડેએ લગ્નના એકદિવસ પહેલા પોતાની કેપ્ટનશિપમાં રોમાંચક ફાઇનલ મેચમાં તમિલનાડુને 1 રનથી હરાવીને સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં કર્ણાટકને ખિતાબ જીતાડ્યો હતો. મેચમાં મનીષ પાંડેએ 45 બોલમાં 60 રનની ઈનિંગ રમી હતી.