મુંબઈ ઈન્ડિયન્સના ક્યા યુવા ખેલાડીને આ વરસે જ ટીમ ઈન્ડિયામાં લેવો જ પડશે એવી કરાઈ આગાહી? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Oct 2020 10:21 AM (IST)
સૂર્યકુમાર યાદવે દિલ્હી સામે તાબડકોડ 32 બૉલમાં 53 રનની ઇનિંગ રમી, આ ઇનિંગથી તેને સાબિત કરી બતાવ્યુ કે તે મુશ્કેલ સમયમાં સારી બેટિંગ કરી શકે છે. સૂર્યકુમારની બેટિંગ જોઇને પૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર આકાશ ચોપડાએ મોટુ સ્ટેટમેન્ટ આપી દીધુ છે
ફાઇલ તસવીર
નવી દિલ્હીઃ આઇપીએલમાં રવિવારે રમાયેલી દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ મુંબઇએ શાનદાર રીતે જીતી લીધી. મુંબઇની જીતમાં ગેમ ચેન્જર તરીકે સૂર્યકુમાર યાદવ રહ્યો. સૂર્યકુમાર યાદવે દિલ્હી સામે તાબડકોડ 32 બૉલમાં 53 રનની ઇનિંગ રમી, આ ઇનિંગથી તેને સાબિત કરી બતાવ્યુ કે તે મુશ્કેલ સમયમાં સારી બેટિંગ કરી શકે છે. સૂર્યકુમારની બેટિંગ જોઇને પૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર આકાશ ચોપડાએ મોટુ સ્ટેટમેન્ટ આપી દીધુ છે, આકાશ ચોપડાએ કહ્યું કે, સૂર્યકુમાર યાદવને આ વર્ષ જ ટીમ ઇન્ડિયામાં સમાવવો પડશે. આકાશ ચોપડાની સાથે સાથે અન્ય કેટલાય ક્રિેકટ સ્ટાર્સ સૂર્યકુમાર યાદવની ઇનિંગના વખાણ કર્યા હતા, ચોપડાએ કહ્યું કે, મુંબઇ ઇન્ડિયન્સનો આ સ્ટાર ટીમ ઇન્ડિયામાં સામેલ થવા માટે હકદાર છે. તેને 2020ના અંત સુધીમાં ટીમ ઇન્ડિયામાં સામેલ કરવા જોઇએ. ઉલ્લેખનીય છે કે સૂર્યકુમાર યાદવ મુંબઇની ટીમ તરફથી લીડિંગ સ્કૉરર છે, તેને આ સિઝનમાં અત્યાર સુધી 233 રન બનાવ્યા છે, જે બે ફિફ્ટી પણ સામલે છે. આકાશ ચોપડાએ આ વાત પોતાના એક વીડિયોમાં કહી હતી, જે તેને પોતાની ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ પર અપલૉડ કર્યો છે. આકાશ ચોપડાની સાથે સાથે પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ સૂર્યકુમાર યાદવની બેટિંગના વખાણ કર્યા હતા.