સુત્રો અનુસાર આ દરોડોમાં હૈદરાબાદથી સાત મોટા સટ્ટેબાજોને એટીએસની ટીમે ઝડપી પાડ્યા છે. સાથે દિલ્હી અને જયપુરમાં પણ સટ્ટેબાજો પર કાર્યવાહી કરવામાં આવી છે, જોકે, દરોડા દરમિયાન અમૂક જગ્યાએથી આરોપી ફરાર થઇ ગયા હતા, જેની હાલ શોધખોળ ચાલી રહી છે. કુલ 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં હૈદરાબાદથીત ગણેશ જલાની, પંકજ સેઠિયા અને સુરેશ ચલાનીના નામ બહાર આવ્યા છે. આ ગેન્ગમાં એક આંતરરાષ્ટ્રીય ગુનેગાર પણ સામેલ છે.
અત્યાર એટીએસે મેચ ફિક્સિંગની વાતને નકારી દીધી છે. એટીએસે કહ્યું કે, આઇપીએલમાં જો મેચ ફિક્સિંગ થઇ રહી છે અને ધરપકડ કરાયેલા સટ્ટેબાજોમાંથી કોઇનુ પણ મેચ ફિક્સિંગ સાથે કનેક્શન હોવાનુ બહાર આવશે તો એટીએસ તેની તપાસ કરશે.