Aakash Chopra on Shami and Umesh: ઓસ્ટ્રેલિયામાં આવતા મહિનાથી T20 વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. આ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડ કપ માટે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને રિઝર્વ પ્લેયર તરીકે સામેલ કર્યો છે. તે જ સમયે, ભારતીય ટીમને આ વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ટી-20 શ્રેણી રમવાની છે. મોહમ્મદ શમીના કોવિડ પોઝિટિવ આવ્યા બાદ આ સિરીઝમાં ભારતે ઉમેશ યાદવને ટીમમાં સામેલ કર્યો છે. જે બાદ હવે ભારતના પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ સવાલો ઉઠાવ્યા છે.


શમી અને ઉમેશ પર ઉઠ્યા સવાલ


ભારતના T20 વર્લ્ડ કપ 2022ના પ્લાનમાં મોહમ્મદ શમી અને ઉમેશ યાદવને જોઈને ભારતના પૂર્વ ક્રિકેટર ઉમેશ યાદવે સવાલો ઉભા કર્યા છે. આકાશ ચોપડાએ સવાલ ઉઠાવતા કહ્યું કે, ગત વર્લ્ડ કપથી ભારતે ઘણી ટી-20 મેચ રમી છે, પરંતુ મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ બંનેમાંથી કોઈ પણ ખેલાડી ટીમમાં સામેલ નહોતા. ત્યારે હવે, T20 વર્લ્ડ કપ 2022 માં ફક્ત ચાર અઠવાડિયા બાકી છે અને બંને ટીમ પ્લાનિંગનો ભાગ બની ગયા છે. એવું લાગે છે કે પ્લાનિંગમાં કંઈક ગડબડ થઈ છે.




ઉમેશ યાદવને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી


કોવિડ-19 પોઝિટિવ આવ્યા બાદ ઓસ્ટ્રેલિયા સિરીઝમાંથી બહાર થઈ ગયેલા મોહમ્મદ શમીના સ્થાને ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઉમેશ રવિવારે સવારે 7 વાગે ચંદીગઢ પણ પહોંચી ગયો છે. તે એરપોર્ટથી સીધો જ ટીમ હોટલ પહોંચ્યો હતો. ટીમ ઈન્ડિયાના બાકીના ખેલાડીઓ અહીં પહોંચી ચૂક્યા છે.


જે રીતે શમીની જગ્યાએ ઉમેશની પસંદગી કરવામાં આવી છે અને તે ચંડીગઢ પહોંચ્યો છે તે જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી20 મેચમાં ઉમેશનું રમવું લગભગ નિશ્ચિત છે. જો આમ થશે તો ઉમેશ 43 મહિના પછી T20Iમાં જોવા મળશે. આ પહેલાં તેણે છેલ્લે ફેબ્રુઆરી 2019માં T20I રમી હતી. આ મેચ પણ ઓસ્ટ્રેલિયા સામે રમાઈ હતી.