T20 World Cup 2022 Virat Kohli Rohit Sharma India vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2022 પહેલાં ટી20 સિરીઝ રમાવાની છે. 20 સપ્ટેમ્બરથી શરુ થઈ રહેલી આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા મોહાલી પહોંચી ગઈ છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ મોહાલી પહોંચીને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન વિરાટ કોહલી વિશે રોહિતે વાત કરી હતી. રોહિતે જણાવ્યું કે, વિરાટ ટીમ ઈન્ડિયામાં ઓપનિંગના ત્રીજા વિકલ્પ તરીકે છે. રોહિત કેએલ રાહુલને લઈને કોઈ પણ પ્રકારની અસમંજસની સ્થિતિમાં નથી. 


કોહલી અમારો ત્રીજો ઓપનર: રોહિત


રોહિતે કોહલીને ઓપનિંગ બેટ્સમેન તરીકે લાવવા અંગે કહ્યું કે, "વિરાટ કોહલી અમારો ત્રીજો ઓપનર છે અને તે કેટલીક મેચોમાં ઓપનિંગ કરશે. વિરાટ ગઈ મેચમાં અફઘાનિસ્તાન સામે ખુબ સારું રમ્યો હતો. અમે ખુશ છીએ. હું એ વાત પણ સ્પષ્ટ કરી દઉં કે, કેએલ રાહુલ ટી20 વર્લ્ડ કપમાં ટીમ માટે ઓપનિંગ કરશે."


વિરાટ કોહલીએ એશિયા કપ 2022માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિરાટે આ ટૂર્નામેન્ટમાં 5 મેચો રમી હતી જેમાં કુલ 276 રન બનાવ્યા હતા. આ દરમિયાન વિરાટે એક શતક અને ત્રણ અર્ધશતક ફટકાર્યાં હતાં. કોહલી એશિયા કપ 2022માં સૌથી વધુ રન બનાવવા મામલે બીજા નંબર પર રહ્યો હતો.


રોહિત શર્માએ કેએલ રાહુલ વિશે જણાવ્યું કે, "રાહુલ ટીમ ઈન્ડિયા માટે ખુબ જરુરી ખેલાડી છે. અમે કોઈ પણ પ્રકારની અસમંજસની સ્થિતિમાં નથી. અમે જાણીએ છીએ કે, કેએલ ક્વોલિટી પ્લેયર છે અને સારું પ્રદર્શન કરશે."


ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 સિરીઝની પ્રથમ મેચ 20 સપ્ટેમ્બરના રોજ મોહાલીમાં રમાવાની છે. આ પછી સિરીઝની બીજી મેચ 23 સપ્ટેમ્બરના રોજ નાગપુરમાં રમાશે. તો સિરીઝની છેલ્લી મેચ 25 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદમાં રમાશે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ પુર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે પણ સિરીઝ રમશે.


આ પણ વાંચો....


IND vs AUS: ભારતને લાગ્યો ઝટકો, મોહમ્મદ શમીને કોરોના થતા ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સીરિઝમાંથી બહાર


IND vs SA: ભારત- દક્ષિણ આફ્રિકાની પ્રથમ ટી20 પર સંકટના વાદળો, સ્ટેડિયમમાં નથી લાઈટ