Aaron Finch on David Warner: વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એરોન ફિન્ચે પોતાના સાથી ડેવિડ વોર્નરને ઓસ્ટ્રેલિયન ટીમના આગામી વન-ડે કેપ્ટન માટે શ્રેષ્ઠ દાવેદાર ગણાવ્યો છે. તેણે કહ્યું હતું કે વોર્નર ભૂતકાળમાં કેપ્ટન રહી ચુક્યો છે અને તેણે પોતાને એક સારો કેપ્ટન સાબિત પણ કર્યો છે. ફિન્ચે એમ પણ કહ્યું છે કે હવે વોર્નર પરથી કેપ્ટનશિપનો પ્રતિબંધ હટાવવો જોઈએ.


એરોન ફિન્ચ મર્યાદિત ઓવરના ક્રિકેટના બંને ફોર્મેટ (ODI અને T20)માં ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન હતો. હવે વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ એ ચર્ચાનો વિષય છે કે ઓસ્ટ્રેલિયન ટીમનો આગામી વન-ડે કેપ્ટન કોણ હશે. ડેવિડ વોર્નરનું નામ સૂચવવામાં આવી રહ્યું છે પરંતુ 2018માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન બોલ ટેમ્પરિંગની ઘટના બાદ તેના પર કેપ્ટન તરીકે આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.


'વોર્નર વધુ સારો કેપ્ટન રહ્યો છે'


'ટ્રિપલ એમ રેડિયો' પર આ બાબતે પોતાનો અભિપ્રાય આપતા ફિન્ચે જણાવ્યુ હતું કે 'તે (ડેવિડ વોર્નર) જ્યારે કેપ્ટન હતો ત્યારે તે અસાધારણ હતો. હું પણ તેના નેતૃત્વમાં રમ્યો છું. તે અવિશ્વસનીય રીતે વ્યૂહરચના બનાવે છે. તે એક એવો કેપ્ટન છે જેના નેતૃત્વમાં તમામ ખેલાડીઓ રમવાનું પસંદ કરે છે. વોર્નર પર લીડરશિપ પ્રતિબંધ અંગે ફિન્ચે  કહ્યું કે હું આ મામલે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સ્ટેન્ડ વિશે 100 ટકા ચોક્કસ નથી, પરંતુ હું આ નિર્ણયને બદલવામાં આવે તે જોવા માંગુ છું.


ફિન્ચ ઓસ્ટ્રેલિયાની T20 ટીમનો કેપ્ટન રહેશે


એરોન ફિન્ચે ન્યૂઝીલેન્ડ સામે તાજેતરમાં સમાપ્ત થયેલી વન-ડે સીરિઝ બાદ 50 ઓવરના આ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. તે હવે માત્ર T20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. T20 વર્લ્ડ કપ 2022માં ઓસ્ટ્રેલિયાની ટીમની કમાન તેના હાથમાં રહેશે.


 


આ પણ વાંચોઃ


રાજ્યના પોલીસ કર્મચારીઓ માટે આનંદના સમાચાર, એફિડેવિટ મુદ્દે સરકારે લીધો મોટો નિર્ણય


Retail Inflation Data: જનતાને મોંઘવારીથી રાહત નહી, ઓગષ્ટમાં પણ છૂટ્ટક મોંઘવારી દર આટલા ટકા રહ્યો


Assembly Elections: કોંગ્રેસના આ ધારાસભ્યએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાને લઈને આપ્યું મોટું નિવેદન


Tips: WhatsAppમાં નથી કૉલ રેકોર્ડિંગનુ ફિચર છતાં આ રીતે કરી શકાય છે કૉલ રેકોર્ડ