ડિવિલિયર્સના ઇન્ટરનેશનલ ડેબ્યૂને લઇને કૉચે બાઉચરે કહ્યું કે, મે આ વર્ષે શ્રીલંકા સામેની સીરીઝ માટે ટીમના તમામ ખેલાડીઓને ડેડલાઇન આપી દીધી છે, સાથે સાથે મે ડિવિલિયર્સને પણ 1 જૂન સુધી ટીમમાં જોડાવવા માટે ડેડલાઇન આપી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 36 વર્ષીય ડિવિલિયર્સની ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરીઝ માટે પસંદગી કરવામા નથી આવ્યો, પણ હવે ઇમરાન તાહિર અને ક્રિસ મૉરિસની સાથે સાથે તેને ટીમ માટે અવેલબેલ થવા ડેડલાઇન આપવામાં આવી છે. કેમકે માર્ક બાઉચર ટી20 વર્લ્ડકપ માટે યોગ્ય ટીમની તપાસ કરી રહ્યાં છે.
આના પરથી માની શકાય કે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં ડિવિલિયર્સ આફ્રિકન ટીમમાં વાપસી કરી શકે છે.
36 વર્ષીય ડિવિલિયર્સે 23 મે 2018ના દિવસે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃ્તિ જાહેર કરી દીધી હતી. બાદમાં 2019 વર્લ્ડકપ માટે પણ વાપસીની વાત સામે આવી હતી, જોકે બાદમાં તેને ફગાવી દેવામાં આવી હતી. હવે ફરી એકવાર ક્રિકેટના મેદાન પર ડિવિલિયર્સ રમતો દેખાશે તે નક્કી.