નવી દિલ્હીઃ આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2020 પોતાના ચરમ પર છે, આજે પ્રથમ સેમિ ફાઇનલ ભારતીય મહિલા ટીમ અને ઇંગ્લિશ મહિલા ટીમ વચ્ચે રમાવવાની છે. ઓસ્ટ્રેલિયાના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આજે ટી20 રમાશે, જે સવારે લૉકલ સમયાનુસાર 9.30 વાગે શરૂ થવાની છે.


વરસાદને લઇને અપડેટ....
ભારતીય મહિલા ટીમ અને ઇંગ્લેન્ડ મહિલા ટીમ વચ્ચેની પ્રથમ સેમિ ફાઇનલ પહેલા એક માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગનો રિપોર્ટ છે કે આજે સિડનીમાં વરસાદની આશંકા 80થી 100 ટકા છે. જો વરસાદ પડશે અને મેચ રોકાશે કે નહીં રમાય આ દરમિયાન શું પરિસ્થિતિ સર્જાશે તેની સ્પષ્ટતા કરવામાં આવી છે.



મેચ રદ્દ થશે તો શું પરિસ્થિતિ સર્જાશે.....
ઇંગ્લેન્ડ અને ઇન્ડિયાની મેચ જો વરસાદના કારણે રદ્દ થશે તો ઇન્ડિયન વૂમન ટીમ સીધી ફાઇનલમાં પહોંચી જશે. ગ્રુપ સ્ટેજમાં ભારતીય મહિલા ટીમની પાસે 8 પૉઇન્ટ હતા, જ્યારે ઇંગ્લન્ડ મહિલા ટીમ પાસે 6 પૉઇન્ટ જ છે. ગ્રુપ સ્ટેજમાં જેને વધારે પૉઇન્ટ હોય તેને મેચ રદ્દ થવાનો ફાયદો મળશે. આ ગણિતના આધારે ટીમ ઇન્ડિયા સીધી ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી જશે.