નવી દિલ્હીઃ કોરોનાના વધતા સંકટને ધ્યાનમાં રાખતા તમામ દેશોએ પહેલા જ લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. એવામાં પીએમ મોદીએ પણ ગઈકાલે સવારે 10 કલાકે દેશવાસીઓને સંબોધનમાં જાહેરાત કરી કે લોકડાઉન 3 મે સુધી આગળ વધારવામાં આવી રહ્યું છે. અહીં ભારતની સ્થિતિ અન્ય દેશોની તુલનામાં ઘણી સારી છે. પરંતુ આ વાયરસને કારણે અનેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ રદ્દ થઈ ગઈ છે અને ભવિષ્યમાં પણ અને સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ પર રદ્દ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. ક્રિકેટ ટી20 વર્લ્ડ કપ ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં શરૂ થવાનો છે પરંતુ હવે કહેવાય છે કે, તેને રદ્દ કરવામાં આવી શકે છે.


આઈપીએલ રદ્દ થયા બાદ ધોનીની વાપસીની આશા ખત્મ થઈ ગઈ છે તેવી જ રીતે આફ્રીકાના ટેલેન્ટેડ ક્રિકેટર એબી ડિવિલિયર્સ માટે પણ કહેવાય છે કે, જો ટી20 વર્લ્ડ કપ રદ્દ થાય તો તેની વાપસી પણ મુશ્કેલ થઈ શકે છે.

વિશ્વના સૌથી ખતરનાર વિસ્ફોટક બેટ્સમેનોમાંથી એક એવા ડિવિલિયર્સે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ તેણે નિવૃત્તિ બાદ મર્યાદિત ઓવરની ક્રિકેટમાં ફરીથી રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

ડિવિલિયર્સે આફ્રીકાના અખબારને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, જો ટૂર્નામેન્ટ એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવે તો ઘણી બધી વસ્તુ બદલાઈ જશે. હાલમાં હું ખુદને ઉલબ્ધ હોવાનું માનું છું. પરંતુ સાથે જ હું એ નથી જાણતો કે એ સમયે મારી ફિટનેસ કેવી હશે અને શું હું ત્યાં સુધી ફિટ રહીશ.

તેણે આગળ કહ્યું, “જો હું 100 ટકા ફિટ રહીશ તો રમવા માટે ઉપલબ્ધ હોઈશ. પરંતુ જો એવું નહીં થાય તો હું એવો વ્યક્તિ નથી કે જે 80 ટકા ફિટ હોવા પર ખુદને ઉપલબ્ધ રાખે.