નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના ક્રિકેટર જોસ બટલરે વર્ષો બાદ એક મોટો ખુલાસો કર્યો છે, આ ખુલાસો દુનિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર એબી ડિવિલિયર્સને લઇને કર્યો છે, જોસ બટલરે કહ્યું કે મને ડિવિલિયર્સ પહેલી મુલાકાતમાં ન્યૂઝીલેન્ડને ક્રિકેટર સમજી બેઠા હતા. આ વાત મને આજે પણ રમૂજ ઉપજાવે છે.

રાજસ્થાનના ટ્વીટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં જોસ બટલરે કહ્યું કે, જ્યારે આઇપીએલમાં હું પહેલી વાર ડિવિલિયર્સને મળ્યો ત્યારે તે મને ન્યૂઝીલેન્ડનો ખેલાડી સમજી બેઠા હતા, અને પુછ્યુ હતુ કે, તમે ન્યૂઝીલેન્ડમાં કઇ બાજુ રહો છે.



બટલરે ઇશ સોઢી સાથેની પૉડકાસ્ટ શૉમાં આ વાતનો ખુલાસ કર્યો હતો, તેને કહ્યું હું સાઉથ આફ્રિકન ક્રિકેટર ડિવિલિયર્સનો મોટો ફેન છું, હું ડિવિલિયર્સથી ખુબ પ્રભાવિત છું.



બટલરે કહ્યું કે આઇપીએલ દરમિયાન એકવાર મને ડિવિલિયર્સે બીયર પીવા માટે આમંત્રણ આપ્યું, અમે બન્ને હૉટલમાં ગયા ત્યારે ડિવિલિયર્સે મને પુછ્યુ હતું કે, તું ન્યૂઝીલેન્ડમાં કઇ બાજુ રહે છે, ત્યારે મને ખબર પડી કે તે મને ન્યૂઝીલેન્ડનો ખેલાડી સમજી બેઠો છે. જોકે, બાદમાં ડિવિલિયર્સને ખબર પડી કે હું ઇંગ્લેન્ડનો ક્રિકેટર છું.



ખાસ વાત છે કે બટલર રાજસ્થાન રૉયલ્સનો ખેલાડી છે, અને 2019 વર્લ્ડકપ વિનિંગ ઇંગ્લેન્ડ ટીમનો પણ ખેલાડી હતો. ડિવિલિયર્સ અને બટલર બન્ને ખુબ સારા મિત્રો છે.