Emerging Asia Cup 2023 Schedule: એશિયન ક્રિકેટ કાઉન્સિલે ઇમર્જિંગ એશિયા કપ 2023નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 50 ઓવરના ફોર્મેટમાં રમાતી ઇમર્જિંગ એશિયા કપ 13 જૂલાઈ (2023)થી શરૂ થશે. આ ટુર્નામેન્ટ શ્રીલંકાની યજમાનીમાં રમાશે, જેમાં કુલ 8 ટીમો ભાગ લેશે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 23 જુલાઈના રોજ રમાશે. ટૂર્નામેન્ટમાં ભારત-A, પાકિસ્તાન-A, નેપાળ, UAE-A, શ્રીલંકા-A, બાંગ્લાદેશ-A, અફઘાનિસ્તાન-A અને ઓમાન-Aની ટીમો ભાગ લેશે.
આ 8 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. શ્રીલંકા-એ, બાંગ્લાદેશ-એ, અફઘાનિસ્તાન-એ અને ઓમાન-એ ને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યા છે. બીજી તરફ ભારત-A, પાકિસ્તાન-A, નેપાળ અને UAE-A ટીમોને ગ્રુપ-Bમાં સામેલ કરવામાં આવી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 13 જૂલાઈએ શ્રીલંકા-A અને બાંગ્લાદેશ-A વચ્ચે રમાશે. ભારત-A 14 જૂલાઈથી UAE-A સામે મેચ રમીને ટૂર્નામેન્ટની શરૂઆત કરશે.
ભારત-પાકિસ્તાનની મેચ 19 જૂલાઈએ રમાશે
ગ્રુપમાં હાજર તમામ ટીમો બાકીની ટીમો સામે 1-1 મેચ રમશે. ભારત 17 જૂલાઈએ નેપાળ સામે અને 14 જૂલાઈએ UAE-A સામે રમશે. ત્યારબાદ 19 જૂલાઈએ ભારત-A અને પાકિસ્તાન-A વચ્ચે મેચ રમાશે. આ રીતે ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજમાં પોતાની ત્રણ મેચ રમશે.
આ છે ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ
14 જૂલાઈ - ભારત-A વિરુદ્ધ UAE-A.
17 જૂલાઈ - ભારત-A વિરુદ્ધ નેપાળ
19 જૂલાઈ - ભારત-A વિરુદ્ધ પાકિસ્તાન-A.
ઇમર્જિંગ એશિયા કપ 2023 માટે ભારત A ટીમ
યશ ઢૂલ (કેપ્ટન), સાઈ સુદર્શન, અભિષેક શર્મા, નિકિન જોસ, પ્રદોષ રંજન પૉલ, રિયાન પરાગ, નિશાંત સંધૂ, પ્રભસિમરન સિંહ, ધ્રુવ ઝુરેલ, માનવ સુથાર, યુવરાજ સિંહ ડોડિયા, હર્ષિત રાણા, આકાશ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, રાજવર્ધન હેંગરગેકર.
સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદીઃ હર્ષ દુબે, નેહલ વાઢેરા, સ્નેલ પટેલ, મોહિત રેડકર.
કોચિંગ સ્ટાફઃ સિતાંશુ કોટક (મુખ્ય કોચ), સાઈરાજ બહુતુલે (બોલિંગ કોચ), મુનીશ બાલી (ફિલ્ડિંગ કોચ)
Join Our Official Telegram Channel: