Avesh Khan Injury India vs West indies: ખેલાડીઓની ઈજા છેલ્લા કેટલાક સમયથી ભારત માટે માથાનો દુ:ખાવો સાબિત થઈ રહી છે. એ પણ ત્યારે જ્યારે વન ડે વર્લ્ડકપને માંડ 3 મહિનાનો સમય બાકી રહ્યો છે. હવે જ્યારે ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે તે પહેલા જ ઝંઝાવાતી બોલર ઈજાગ્રસ્ત બનતા ભારતને મોટો ફટકો પડ્યો છે. 


છેલ્લા કેટલાક સમયથી સૌકોઈનું ધ્યાન ખેંચનાર ઝંઝાવાતી બોલર આવેશ ખાનને ટીમ ઈન્ડિયામાં તક આપવામાં આવી છે. તેણે ભારત માટે 15 T20 અને 5 ODI રમી છે. પરંતુ ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યા છે. આવેશ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા જ ઈજાગ્રસ્ત થયો છે. તે દુલીપ ટ્રોફી 2023માં સેન્ટ્રલ ઝોન તરફથી રમી રહ્યો છે. આવેશ વેસ્ટ ઝોન સામે ચાલી રહેલી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો.


આવેશ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ઘણી વખત સારું પ્રદર્શન કર્યું છે. તેણે આ લીગમાં 55 વિકેટ ઝડપી છે. સ્પોર્ટસ્ટારના અહેવાલ મુજબ આવેશને ખભામાં ઈજા થઈ છે. આ કારણથી તે મેચના બીજા દિવસે ફિલ્ડિંગ માટે મેદાનમાં ઉતર્યો ન હતો. આવેશના જમણા ખભામાં ઈજા થઈ છે. કેચ લેતી વખતે તે ઘાયલ થયો હતો. તેણે આ ઇનિંગમાં 11 ઓવર નાંખી હતી અને 26 રન આપ્યા હતા. આવેશે એક વિકેટ પણ લીધી હતી. જોકે આવેશની ઈજા કેટલી ગંભીર છે તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.


મહત્વની વાત એ છે કે, આવેશ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 15 મેચ રમ્યો છે અને આ દરમિયાન તેણે 13 વિકેટ ઝડપી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 18 રનમાં 4 વિકેટ લેવાનું રહ્યું છે. આવેશ ટીમ ઈન્ડિયા માટે 5 વનડે પણ રમ્યો છે. જેમાં તેણે 3 વિકેટ ઝડપી છે. આવેશ આઈપીએલમાં અત્યાર સુધીમાં 47 મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 55 વિકેટ ઝડપી છે. IPLમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 24 રનમાં 4 વિકેટ લેવાનું રહ્યું છે.


વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની T20 ટીમ : ઈશાન કિશન (વિકેટ કિપર), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્ય કુમાર યાદવ (વાઈસ કેપ્ટન), સંજુ સેમસન (વિકેટ કિપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, આવેશ ખાન, મુકેશ કુમાર.


https://t.me/abpasmitaofficial