મુંબઇઃ સલમાન ખાનના લગ્નને લઇને ફેન્સ હંમેશા પુછતા રહે છે, સલમાનના ફેન્સ જાણવા માગે છે કે સુપરસ્ટારનુ લગ્ન ક્યારે થશે. શનિવારે શરૂ થયેલા રિયાલિટી શૉ બિગ બૉસ 14માં એ પણ સવાલ સાંભળવા મળ્યો. જાણીને ચોંકી જવાશે કે શૉમાં ગેસ્ટ બનીને આવેલા પંડિતજીને આ સવાલ ખુદ સલમાન ખાને કર્યો.

આના પર પંડિતજીએ તેને જણાવ્યુ કે, છેવટે તેના લગ્ન હજુ સુધી કેમ નથી થઇ શક્યા. સાથે તેને આ પણ બતાવ્યુ કે હવેને લગ્નનો શું યોગ બની રહ્યો છે. ખરેખર બિગ બૉસના પહેલા એપિસૉડમાં સલમાન ખાન કન્ટેસ્ટન્ટનુ સ્વાગત કરવાની સાથે સાથે મસ્તી કરી રહ્યાં હતા. સાથે જ પોતાની જિંદગીની કેટલીક કહાનીઓ વિશે પણ બતાવી રહ્યાં હતા, આ દરમિયાન અચાનક સલમાન ખાનના લગ્ન પર ચર્ચા શરૂ થઇ ગઇ હતી.

સલમાન ખાને પંડિતજીને કહ્યું કે તમે કેટલાક વર્ષો પહેલા કહ્યું હતુ કે મારા લગ્ન થઇ જશે, પરંતુ લગ્ન તો હજુ સુધી થયા જ નથી. આ સવાલનો પંડિતજી તરતજ જવાબ આપતા કહ્યું કે, તમારા ગ્રહોની દિશા હજુ ઠીક નથી, તમારા લગ્નનો જે યોગ બની રહ્યો છે તે ભંગ થઇ રહ્યો છે.

આના પર સલમાન ખાને કહ્યું તેના લગ્નનો યોગ ક્યારે બનશે, તો આના પર પંડિતજીએ કહ્યું કે, નજીકના ભવિષ્યમાં તમારા લગ્નનો યોગ બની શકે છે. જોકે આ સાંભળીને સલમાન હંસવા લાગ્યો હતો. ખાસ વાત છે કે સલમાન હાલ યુલિયા વંતૂરને ડેટ કરી રહ્યો છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ