નવી દિલ્હીઃ આઇપીએલ 13માં ધોનીની આગેવાનીમાં ચેન્નાઇ સુપર કિંગ્સનુ પ્રદર્શન એકદમ ખરાબ રહ્યું છે.સીએસકેને અત્યાર સુધી ચાર મેચોમાં સતત ત્રણ મેચોમાં હારનો સામનો કરવા પડ્યો છે. આઇપીએલ ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના સાથી ખેલાડી હરભજન સિંહે હવે માહીની ઉંમર પર કૉમેન્ટ કરી છે. પૂર્વ ફાસ્ટ બૉલર ઇરફાન પઠાણે સૌથી પહેલા ધોનીને નિશાન પર લીધો હતો, અને હરભજન સિંહે તેનો સાથ આપ્યો હતો.
સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમાયેલી મેચમાં ધોની પોતાની ફિટનેસને લઇને સંઘર્ષ કરતો દેખાઇ રહ્યો હતો, ઇરફાન પઠાણે આ વાત પર નિશાન સાધતા કહ્યું હતુ- કેટલાકની ઉંમર માત્ર આંકડો જ છે, જ્યારે બીજા માટે તે બીજા માટે તે ટીમમાંથી કાઢવાનુ કારણ છે.
હરભજન સિંહે પઠાણની આ વાત પર પુરેપુરી સહતમિ દર્શાવી છે. હરભજન સિંહે લખ્યું- ઇરફાન પઠાણ હું તમારી વાત સાથે 10000000 ટકા સહમત છું.
ઉલ્લેખનીય છે કે હરભજનનુ નિશાન સાધવાનુ એટલા માટે પણ ચોંકાવનારુ છે કેમકે સ્ટાર સ્પિનર આઇપીએલમાં છેલ્લા બે વર્ષ ધોનીની આગેવાનીમાં જ રમ્યો છે. હરભજન સિંહ જોકે પર્સનલ કારણોથી આ સિઝનમાં ભાગ નથી લઇ રહ્યો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
પઠાણ બાદ ભજ્જીએ ધોનીની ઉંમરને લઇને ઉડાવી મજાક, જાણો શું કહ્યું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Oct 2020 12:11 PM (IST)
સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમાયેલી મેચમાં ધોની પોતાની ફિટનેસને લઇને સંઘર્ષ કરતો દેખાઇ રહ્યો હતો, ઇરફાન પઠાણે આ વાત પર નિશાન સાધતા કહ્યું હતુ- કેટલાકની ઉંમર માત્ર આંકડો જ છે, જ્યારે બીજા માટે તે બીજા માટે તે ટીમમાંથી કાઢવાનુ કારણ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -