IPL 2020: આઈપીએલની 15મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રાજસ્થાન રૉયલ્સને આઠ વિકેટથી હરાવી દીધું હતું. આ સીઝનમાં બેંગ્લોરની આ ત્રીજી જીત છે. આ મેચ બાદ આરસીબીના કેપ્ટન વિરાટ કહોલીએ રાજસ્થાન રોયલ્સના રાહુલ તેવતિયાને એક ખાસ ગિફ્ટ આપી હતી.

કોહલીએ તેવતિયાને જીત બાદ પોતાની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જર્સી સાઈન કરીને આપી હતી. IPLએ પોતાના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી તસવીર પણ શેર કરી છે. ભાગ્યે જ તેવતિયા કોહલીની આ ગિફ્ટને ભૂલી શકશે.


ઉલ્લેખની છે કે, આઈપીએલ 2020માં લેગ સ્પિન ઓલરાઉન્ડર રાહુલ તેવતિયા શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબ સામેની મેચમાં તેણે એક ઓવરમાં 5 સિક્સ ફટકારી પોતાની ટીમની હારેલી બાજીને જીતાડી દીધી હતી, તેના બાદ આરસીબી સામેની મેચમાં ત્રણ શાનદાર સિક્સ મારી હતી. પંજાબ વિરુદ્ધ 53 રનની ઈનિંગ રમનાર તેવતિયા બેંગ્લોર વિરુદ્ધ 12 બોલમાં 24 રનની તોફાની બેટિંગ કરી હતી.