સાઉથની આ હૉટ એક્ટ્રેસ વિરાટ-ડીવીલિયર્સ પર થઈ ગઈ ફિદા, જાણો વિરાટનાં વખાણમાં શુ્ કહ્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Oct 2020 10:30 AM (IST)
મેચમાં જીત બાદ જીતનો આનંદ એક્ટ્રેસે પણ લીધો, અને તેને ટ્વીટર પર આરસીબી માટે એક શુભેચ્છા સંદેશ પણ લખ્યો હતો. પ્રણિતાએ ઇશાન માટે પણ કહ્યું કે તેને પોતાની બેટિંગથી કેટલાયના દિલ જીતી લીધા છે
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020ની દસમી મેચ રૉયલ ચેલેન્જર બેગ્લૉર અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઇ હતી, આ મેચ સુપર ઓવર સુધી પહોંચી અને બેગ્લૉરની ટીમે મુંબઇને હાર આપી હતી. આ મેચમાં વિરાટિ કોહલી અને એબી ડીવિલિયર્સને એકસાથે બેટિંગ કરતા જોઇને સાઉથ એક્ટ્રેસ પ્રણિતા સુભાષ ખુશ થઇ ગઇ છે. તેને બન્નેની બેટિંગના ખુબ વખાણ કર્યા છે. મેચમાં જીત બાદ જીતનો આનંદ એક્ટ્રેસે પણ લીધો, અને તેને ટ્વીટર પર આરસીબી માટે એક શુભેચ્છા સંદેશ પણ લખ્યો હતો. પ્રણિતાએ ઇશાન માટે પણ કહ્યું કે તેને પોતાની બેટિંગથી કેટલાયના દિલ જીતી લીધા છે. તેને લખ્યું- ફોર્મ અસ્થાયી છે, કક્ષા સ્થાયી છે #ViratKohli કાલે રાત્રે મેચ રમાઇ, ABD અને viratKohli આઇપીએલમાં સૌથી મોટી બેટિંગ જોડી છે. & #IshanKishanએ કાલે કેટલાયના દિલ જીતી લીધા. ઉલ્લેખનીય છે કે, આરસીબી અને એમઆઇ વચ્ચેની મેચ દરમિયાન દેવદત્ત પડિક્કલ (54), એરોન ફિન્ચ (52) અને એબી ડિવિલિયર્સ (55 અણનમ)ની ફિફ્ટીની મદદથી આરસીબીએ પહેલા બેટિંગ કરતા સ્કૉરબોર્ડ પર 201/3નો વિશાળ ટાર્ગેટ મુકી દીધો હતો. જવાબમાં મુંબઇએ એક ભયાનક શરૂઆત કરી, માત્ર 78 રન પર ચાર વિકેટ ખોઇ દીધી, ત્યારબાદ ઇશાન કિશન (99) અને કીરોન પોલાર્ડ (60 અણનમ)એ 119 રનોની ભાગીદારી કરીને મુંબઇને એક ટાઇમાં લઇ ગયા હતા. જોકે સુપર આવરોમાં મુંબઇએ આરસીબીને માત્ર 8 રનનો ટાર્ગેટ આપ્યો જેને વિરાટ અને ડિવિલિયર્સે આસાનીથી ચેજ કરી દીધો હતો. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈકેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈકેલક્યુલેટ કાર લોન ઈએમઆઈકેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ