IPL 2020 RR vs KKR: ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 12મો મુકાબલો કોલકાતા રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાઈ રહ્યો છે. આજની મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 174 રન બનાવ્યા હતા.
કેકેઆર તરફથી શુબમન ગિલે 34 બોલમાં 47 રન બનાવ્યા હતા. સુનીલ નરેને 14 બોલમાં 15 રન, નીતિશ રાણાએ 17 બોલમાં 22, આંદ્રે રસેલે 14 બોલમાં 24 રન બનાવ્યા હતા. ઇયોન મોર્ગન 22 બોલમાં 34 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. રાજસ્થાન તરફથી જોફ્રા આચર્ચે 4 ઓવરમાં 18 રન આપી 2 વિકેટ લીધી હતી.
રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ ઇલેવન
જોસ બટલર, સ્ટીવ સ્મિથ, સંજુ સેમસન, રાહુલ તેવટિયા, રોબિન ઉથપ્પા, રિયાન પરાગ, ટોમ કરન, શ્રેયસ ગોપાલ, અંકિત રાજપૂત, જયદેવ ઉનડકટ
કોલકાતા નાઇટ રાઇડર્સની પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ, સુનીલ નરેન, નીતિશ રાણા, દિનેશ કાર્તિક, ઇયોન મોર્ગન, આંદ્રે રસેલ, પેટ કમિન્સ, શિવમ માવી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, કમલેશ નાગરકોટી
IPL 2020 RR vs KKR: કોલકાતાએ રાજસ્થાનને જીતવા આપ્યો 175 રનનો ટાર્ગેટ, ગિલના 47 રન, આર્ચરની 2 વિકેટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Sep 2020 09:21 PM (IST)
મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
(તસવીર સૌજન્યઃ IPL ટ્વિટર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -