નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થઇ ચૂકી છે, રવિવારે રમાયેલી પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ દરમિયાન શોર્ટ રનનો ઇશ્યૂ થયો હતો, હવે આ ઇશ્યૂ વિવાદમાં પરિવર્તિત થયા પ્રીતિ ઝિન્ટાએ પણ પોતાનુ રિએક્શન આપ્યુ છે.

કિંગ્સ ઇલેવન પંજાબની માલિક પ્રીતિ ઝિન્ટાએ પંજાબની હાર બાદ એમ્પાયરિંગ પર સવાલો ઉઠાવ્યા હતા, તેને એમ્પયાર નીતિન મેનનના ડિસીઝન પર સવાલો ઉઠાવતા બીસીસીઆઇને નવા નિમયમો બનાવવાની માંગ કરી દીધી છે.

પ્રીતિ ઝિન્ટાએ સોશ્યલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરતા લખ્યું- હુ પુરા ઉત્સાહ સાથે કોરોના મહામારીની વચ્ચે મેચ જોવા યુએઇ આવી, હસતા મોઢે 6 દિવસ ક્વૉરન્ટાઇનમાં રહી, અને 5 વાર કૉવિડ ટેસ્ટ કરાવ્યો. પરંતુ આ એક રને મને મોટો ઝટકો આપી દીધો છે. એવી ટેકનિક શુ કામની જેનો ઉપયોગ ના કરી શકાય. આ દરવર્ષે નથી થઇ શકતુ. બીસીસીઆઇ આને રોકવા માટે નવા નિયમો લઇને આવે.



શું છે આખા મામલો
પંજાબની હારમાં એમ્પાયર નીતિન મેનનુ પણ એક મોટુ યોગદાન રહ્યું છે. મેચની 19મી ઓવરમાં કગીસો રબાડા બોલિંગ કરે છે. તેના પ્રથમ બોલ પર મયંગ અગ્રવાલે ચોગ્ગો ફટકાર્યો. ત્રીજા બોલ પર રબાડાએ યોર્કર બોલ નાંખ્યો જેમા અગ્રવાલે એક્સ્ટ્રા કવર એરિયામાં ફટકાર્યો. તેની સામે રમી રમેલ ક્રિસ જોર્ડને ડેન્જર એ્ડર પર પહોંચવાનું હતું. બન્ને બેટ્સમેનોએ બે રન તોડીને પૂરા કર્યા. જોકે લેગ અમ્પાયર નિતિન મેનને તેને શોર્ટ રન આપ્યો. એટલે કે બેટ્સમેન ક્રીઝમાં પહોંચ્યા વગર જ બીજો રન દોડી ગયો. અમ્પાયર અનુસાર વિકેટકીપર એ્ડ પર જોર્ડે પોતાનું બેટ ક્રિઝ પર રાખ્યું ન હતું અને બીજો રન લઈ લીધો.

ટીવી રિપ્લેસથી સ્પષ્ટ જોવા મળ્યું કે એમ્પાયર નિતિન મેનનો નિર્ણય ખોટો હતો, જોર્ડને દોડતા ક્રીઝ પાર કરી હતી. ત્યાર બાદ જ સોશિયલ મીડિયા પર અમ્પાયરને નિર્ણયને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ.

ટીમ ઇન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન સહેવાગે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે હું મેન ઓફ ધ મેચની પસંદ સાથે સહમત નથી. એ અમ્પાયર જેણે શોર્ટ રન આપ્યો, તેને મેન ઓફ ધ મેચ બનાવવાની જરૂર હતી. એ શોર્ટ રન નહોતો અને અંતે એ નિર્ણય જ નિર્ણાયક સાબિત થયો હતો.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ