નવી દિલ્હીઃ આઇપીએલની ઓપનિંગ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે મુંબઇ ઇન્ડિયન્સને પાંચ વિકેટે માત આપીને જીત સાથે શ્રીગણેશ કર્યા હતા. ચેન્નાઇની જીતનો હીરો પૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુ રહ્યો હતો. અંબાતી રાયડુએ જબરદસ્ત પરફોર્મન્સ આપાત 48 બૉલમાં 71 રનની તાબડતોડ બેટિંગ કરીને ચેન્નાઇને જીત અપાવી હતી. રાયડુને જબરદસ્ત બેટિંગ અને લય જોતા સાથી ખેલાડી શેન વૉટસને એક મોટુ નિવેદન આપ્યુ છે. વૉટસનનુ માનવુ છે કે રાયડુ 2019ના વર્લ્ડકપમાં ના હોવાના કારણે ભારત બહાર થઇ ગયુ હતુ.


લગભગ 17 મહિના બાદ મેદાન પર ઉતરેલા રાયડુએ તરખાટ મચાવ્યો હતો. વૉટસને એક ટી20 સુપરસ્ટાર પૉડકાસ્ટમાં ચેટિંગ દરમિયાન કહ્યું કે, ભારતની વર્લ્ડકપ 2019માં રાયડુને લેવાની મોટી ભૂલ હતી. રાયડુ એક ટેલેન્ટેડ બેટ્સમેન છે, તેને વર્લ્ડકપ 2019ની વનડે ટીમમાં ના લેવાના કારણે ભારત વર્લ્ડકપ હારી ગયુ હતુ.

રાયડુએ નંબર ચાર પર બેટિંગ કરતા 48 બૉલમાં 71 રનની ઇનિંગ રમી હતી, જેમાં 3 છગ્ગા અને 6 ચોગ્ગા સામેલ હતા. રાયડુની આ ઇનિંગ ખાસ હતી કેમકે આનાથી તેને તે સિલેક્ટરોને જવાબ આપ્યો છે.

નોંધનીય છે કે 15 એપ્રિલ 2019ના દિવસે વર્લ્ડકપ 2019 માટે ભારતીય ટીમની જાહેરાત થઇ હતી, આમાં અંબાતી રાયડુ માટે ચોંકાવનારા સમાચાર આવ્યા તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નહતો. રાયડુ નંબર 4નો સ્પેશ્યાલિસ્ટ બેટ્સમેન હતો, પરતુ તેની જગ્યા વિજય શંકરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ હતુ.



કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ