નવી દિલ્હીઃ રમતજગતમાં વધુ એક ક્રિકેટર પર પ્રતિબંધ લદાયો છે, આફઘાનિસ્તાનના વિકેટકીપરિ બેટ્સમેન શફિકુલ્લાહ શફાક પર એસીબી એટલે કે આફઘાનિસ્થાન ક્રિકેટ બોર્ડે ક્રિકેટના બધા ફોર્મેટમાં 6 વર્ષ સુધીનો પ્રતિબંધ લગાવી દીધો છે.

વિકેટકીપર બેટ્સમેને શફિકુલ્લાહ શફાકે એપીએલટી 20 અને બાંગ્લાદેશ બીપીએલ દરમિયાન ભ્રષ્ટ કરપ્શન ગતિવિધિઓમાં સામેલ હોવાની વાતનો સ્વીકાર પણ કરી લીધો હતો, એસીબીએ એક નિવેદનમાં આ વાતની જાણકારી આપી છે.

એસબીની ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવેલા નિવેદનમાં કહેવાયુ છે કે, શફિકુલ્લાહ શફાક પર જે આરોપો લાગ્યા છે, તે આફઘાનિસ્તાન પ્રીમિયર લીગ (એપીએલ) 2018 અને બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ) 2019ને લઇને છે.

એસીબીના સીનિયર ભ્રષ્ટાચાર નિવારણ મેનેજર સૈયદ અનવરે સાહ કુરેશીએ કહ્યું કે, આ એક ગંભીર આરોપ છે, જ્યાં એક નેશનલ ખેલાડી એપીએલ ટી20 લીગ 2018ની મેચમાં ભ્રષ્ટાચારમાં સામેલ છે. ખેલાડીએ વધુ એક અન્ય લીગ-બીપીએલ 2019માં પણ પોતાની ટીમના એક સાથેને આમાં સામેલ કરવાની કોશિશ કરી હતી, પણ તે સફળ થઇ શક્યો ન હતો.

એસીબીએ કહ્યું કે, શફાક પર કલમ 2.1.1ના ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જે સીધી રીતે કોઇપણ પ્રકારનુ ફિક્સિંગ કે વિરાધોભાસ કરવા કે અનુચિત રીતથી પ્રભાવિત કરવા, કે કોઇપણ રીતે કોઇ પણ કરાર કે કોઇપણ પક્ષને ઠીક કરવા કે નિયંત્રિત કરવા માટે એક પાર્ટી હોવા સાથે સંબંધિત છે.



30 વર્ષીય શફાકે આફઘાનિસ્તાન તરફથી 24 વનડે અને 46 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે, તેને છેલ્લી મેચ સપ્ટેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે ટી20 રમી હતી.

શફિકુલ્લાહ શફાક એક વિસ્ફોટક બેટ્સમેન છે, તેને વર્ષ 2018માં 21 છગ્ગા અને 16 ચોગ્ગાની આક્રમક ઇનિંગ રમીને માત્ર 89 બૉલમાં બેવડી સદી ફટકારી હતી. શફાકે આ ઇનિંગ ઘરેલુ ટી20 ટૂર્નામેન્ટ Nangarhar Champion Trophyમાં રમી હતી.