Alex hales News in Hindi: ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ અને વિસ્ફોટક બેટ્સમેન એલેક્સ હેલ્સના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ, ઓપનર એલેક્સ હેલ્સ ત્રણ વર્ષ બાદ ઈંગ્લેન્ડની ટીમમાં પરત આવી શકે છે, કારણ કે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)ના નવા નિયુક્ત મેનેજિંગ ડિરેક્ટર રોબને લાગે છે કે, એલેક્સ હેલ્સે પ્રતિબંધિત પદાર્થનું સેવન કરવાના ગુનામાં પુરતો સમય ટીમથી બહાર રહ્યો છે.


નોંધનીય છે કે, એલેક્સ હેલ્સને 2019માં ઇંગ્લેન્ડની ODI વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો જ્યારે ગાર્ડિયને તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, પ્રતિબંધિત દવા લેવા બદલ તેના પર ત્રણ અઠવાડિયા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 33 વર્ષીય બેટ્સમેને ઈંગ્લેન્ડ માટે 11 ટેસ્ટ, 70 ODI અને 60 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તમને જણાવી દઈએ કે હેલ્સ છેલ્લે 2019માં ઈંગ્લેન્ડ તરફથી રમ્યો હતો.


IPL 2022 માંથી પોતાનું નામ પાછું ખેંચ્યું હતુંઃ
ગાર્ડિયનના અહેવાલ મુજબ, રોબ કીએ કહ્યું, "મારે તે નિર્ણય સાથે સંકળાયેલા લોકો સાથે વાત કરવી પડશે, પરંતુ મને લાગે છે કે એલેક્સ હેલ્સ ટીમની પસંદગી માટે ઉપલબ્ધ રહેશે." મને લાગે છે કે તેણે પૂરતો સમય ટીમ બહાર વિતાવ્યો છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ એક અલગ પ્રકારની ચર્ચા છે. જણાવી દઈએ કે, વિશ્વભરમાં ટી20 લીગ રમનારા એલેક્સ હેલ્સે આ વર્ષે બાયો-બબલ (બાયોસેફ એન્વાયર્નમેન્ટ)ના થાકને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2022)માંથી પોતાનું નામ પરત ખેંચી લીધું હતું.


એક ઓવરમાં 8 સિક્સર ફટકારીઃ
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, 2005માં 16 વર્ષની ઉંમરમાં એલેક્સ હેલ્સે T20 ટૂર્નામેન્ટની એક મેચમાં એક ઓવરમાં 8 સિક્સર ફટકારીને 55 રન બનાવ્યા હતા. એક ઓવરમાં 8 સિક્સર ફટકારીને એલેક્સે પોતાનું નામ વિશ્વસ્તર પર ચમકાવ્યું હતું.