Dale Steyn On Rahul Tripathi: IPL 2022ની આ સિઝનમાં હૈદરાબાદની ટીમ શરૂઆતની બન્ને મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્યાર બાદ કેન વિલિયમ્સસનની આગેવાનીવાળી સનરાઈઝર્સ હૈદરાબાદે(SRH) શાનદાર વાપસી કરતા સતત પાંચ મેચો જીતી. જો કે કેપ્ટન વિલિયમ્સનનું બેટ હજી સાંત છે પરંતુ અભિષેક શર્મા અને એડન મારક્રમ સતત સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. આ ઉપરાંત રાહુલ ત્રિપાઠી અને વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરન પણ બેટથી યોગદાન આપી રહ્યા છે. આ બધાની વચ્ચે આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેને મોટું નિવેદન આપ્યું છે.


રાહુલ ત્રિપાઠી પાસે ટીમ ઈન્ડિયામાં સામેલ થવાનો મોકો
 ડેલ સ્ટેને કહ્યું કે, મને લાગે છે કે, હૈદરાબાદના બેટ્સમેન રાહુલ ત્રિપાઠી પાસે ટીમ ઈન્ડિયામાં સામેલ થવાનો મોકો છે. હકિકતમાં રાહુલે આ સિઝનની આઠ મેચમાં 45.60ની સરેરાશથી 228 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમની સ્ટ્રાઈક રેટ 174.04ની રહી છે. સ્ટેને કહ્યું કે, ટીમ ઈન્ડિયામાં પસંદગી થવા માટે ખુબ વધારે કોમ્પિટિશન છે. પરંતુ હાલની આઈપીએલ સિઝનમાં જે રીતે રાહુલ ત્રિપાઠી બેટિંગ કરી રહ્યો છે તેને જોતા એવું લાગે છે કે, તેને બહુ ઝલદી ટીમ ઈન્ડિયામાં મોકો મળી શકે છે.


નંબર ત્રણ માટે સૂર્ય કુમાર અને શ્રેયસ અય્યર પણ દાવેદાર
ડેલ સ્ટેને આગળ કહ્યું કે, કેમ કે ભારતીય ટીમમાં નંબર ત્રણ પર વિરાટ કોહલી બેટિંગ કરે છે, એવામાં આ પોઝિસન પર કોઈ પણ બેટ્સમેને જગ્યા બનાવવી મુશ્કેલ છે. પરંતુ આ આઈપીએલ સિઝનમાં જે રીતે રાહુલ ત્રિપાઠી બેટિંગ કરી રહ્યો છે, તે શાનદાર છે. તેમણે કહ્યું કે, નંબર ત્રણ માટે શ્રેયસ અય્યર અને સૂર્ય કુમાર પણ દાવેદાર છે. ગઈ સિઝનમાં જ્યારે રાહુલ ત્રિપાઠી કેકેઆર સાથે હતો ત્યારે પણ રાહુલે શાનદાર બેટિંગ કરી હતી. તો બીજી તરફ ત્રિપાઠીએ કહ્યું કે, સનરાઈઝર્સ હૈદારાબાદે મારા પર ભરોશો દાખવ્યો અને મને નંબર ત્રણ પર બેટિંગ કરવાનો મોકો આપ્યો. તેમણે આગળ કહ્યું કે, હુ ટોપ થ્રીમાં બેટિંગ કરવાનું પસંદ કરુ છું. પરંતુ તેનો મતલબ એવો નથી હું બાકીના સ્થાને બેટિંગ નથી કરી શકતો.


મેગા ઓક્શનનાં કેકેઆર ન કર્યો રિટેન
તમને જણાવી દઈએ કે, ગઈ સિઝનમાં રાહુલ કેકેઆર તરફથી રમતો હતો, પરંતુ આઈપીએલના મેગા ઓક્શન પહેલા કેકેઆરએ તેને રિટેન કર્યો ન હતો. જે બાદ મેગા ઓક્શનમાં હૈદરાબાદે રાહુલ ત્રિપાઠીને 8.50 કરોડમાં ખરીદ્યો હતો. અત્યાર સુધીમાં ટી-20 કેરિયરમાં ત્રિપાઠીએ 70 મેચ રમી છે. આ 70 મેચમાં રાહુલે 1600થી વદુ રન બનાવ્યા છે.