મુંબઈઃ આફ્રિકા સામે વન-ડે સિરીઝમાં વ્હાઈટ વોશ થયા પછી ઈન્ડિયન ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયા પર ખફા છે. રાહુલ દ્રવિડે રીષભ પંત અને શ્રેયસ ઐય્યર પર સૌથી વધારે ગુસ્સો કાઢ્યો હતો. શ્રેયસ અય્યરનું તો નામ લઈને ખખડાવ્યો હતો.


રાહુલ દ્રવિડે રીષભ પંતનું નામ લીધા વિના કહ્યું કે, અમે કેટલાક ખેલાડીને તેમની નેચરલ ગેમ રમવાની છૂટ આપી છે તથા ટીમમાં સ્થાન જળવાયેલું રહેશે એની ગેરન્ટી પણ આપી છે. હવે આટલું બધું આપીએ અને રિટર્નમાં સારું પરફોર્મન્સ તે ખેલાડી ન આપે તો અમે શું કરીએ ?


દ્રવિડે એમ પણ પણ કહ્યું કે, બધા ખેલાડીએ એક વાત સમજવાની જરૂર છે કે આપણે ઈન્ડિયન ટીમ માટે રમીએ છીએ, દેશનું નામ આપણી સાથે જોડાયું છે. દરેકે જવાબદારી દાખવી રમવાની જરૂર છે.


કોચ દ્રવિડે ત્રણેય મેચમાં શ્રેયસના પ્રદર્શન અંગે કહ્યું હતું કે, અત્યારે ટીમમાં કોમ્પિટિશન ઘણી બધી છે.   ત્રણેય મેચમાં શ્રેયસ પાસે ઘણો સમય હતો તથા લાંબી ઈનિંગ રમવાની સુવર્ણ તક હતી, પરંતુ આવી રીતે ખોટા શોટ રમી આઉટ થવું યોગ્ય નથી. શ્રેયસ જ નહીં અન્ય યુવા ખેલાડીએ પણ સમજવાની જરૂર છે કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત તરફ રમવા માટે ઘણા બધા ખેલાડી બેંચ પર બેઠા છે, જેથી તમને જે  પણ તક મળે એનો લાભ ઉઠાવો અને સારું પ્રદર્શન કરો. શ્રેયસ અય્યર અને રાહુલ દ્રવિડ વચ્ચે ગુરૂ-શિષ્યના સંબંધો છે તેથી દ્રવિડે અય્યરના બહાને બીજા ખેલાડીઓ પર ગુસ્સો કાઢ્યો હતો.


રાહુલ દ્રવિડે જણાવ્યું હતું કે આ સિરીઝમાં ઈન્ડિયન ટીમે મિડલ ઓવર્સમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. ભારતને પહેલી 20 ઓવર સુધી ટોપ ઓર્ડર સારી શરૂઆત આપી દે છે પણ ત્યાર પછી 20થી 40 ઓવર દરમિયાન ખરાબ શોટ સિલેક્શનને કારણે ઈન્ડિયન ટીમ ત્રણેય મેચમાં હારી ગઈ છે. દ્રવિડે આડકતરી રીતે રીષભ પંત પર ગુસ્સો કાઢ્યો છે.