Will Jacks Injury: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સીઝન એટલે કે આઈપીએલ 2023ની શરુઆત 31 માર્ચથી થવાની છે, પરંતુ તે પહેલા કેટલીક ફ્રેન્ચાઈઝીઓને મોટો આંચકો લાગ્યો છે. હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પણ મોટો ફટકો પડી શકે છે, જેમાં આ સિઝનમાં ટીમ સાથે રમી રહેલા ઈંગ્લેન્ડના શાનદાર બેટ્સમેન વિલ જેક્સની ઈજાના સમાચાર પણ સામે આવ્યા છે.


વિલ જેક્સને ડિસેમ્બર 2022માં યોજાયેલી મિની ઓક્શન દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 3.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન જેકને થયેલી ઈજા બાદ તેને દેશમાં પરત મોકલી દેવામાં આવ્યો છે. શ્રેણીની બીજી વનડેમાં ફિલ્ડિંગ કરતી વખતે વિલ જેક્સને તેની ડાબી જાંઘમાં ઈજા થઈ હતી.


જેકની ઈજાને લઈને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જેકને દેશમાં પરત મોકલી દેવામાં આવ્યો છે, તે આગામી 48 કલાકમાં તેનું રિહેબિલિટેશન શરૂ કરશે. જેક્સની ઈજાએ ચોક્કસપણે RCBની ચિંતા વધારી દીધી છે કારણ કે ટીમને આગામી સિઝનમાં તેની પ્રથમ મેચ 2 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમવાની છે.


વિલ જેક્સનો T20 ફોર્મેટમાં શાનદાર રેકોર્ડ છે, જેમાં તેણે 109 મેચ રમ્યા બાદ 157.94ના સ્ટ્રાઈક રેટ સાથે 29.80ની એવરેજથી 2802 રન બનાવ્યા છે. જેક્સના નામે ટી-20 ફોર્મેટમાં 23 અડધી સદી અને 1 સદીની ઇનિંગ્સ પણ નોંધાયેલી છે.


અત્યાર સુધી મેક્સવેલ અને હેઝલવુડના રમવા પર શંકા છે


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે અત્યાર સુધીની સૌથી મોટી ચિંતા એ છે કે ટીમના બે મુખ્ય ખેલાડીઓ જોશ હેઝલવુડ અને ગ્લેન મેક્સવેલના આગામી સિઝનમાં રમવા અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. જ્યારે મેક્સવેલ મેદાનમાં પાછો ફર્યો છે, જોશ હેઝલવુડ હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. આવી સ્થિતિમાં, પ્રથમ કેટલીક મેચોમાં તેના રમવા પર શંકા છે.  


રવિન્દ્ર જાડેજા ICC પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ, આ દિગ્ગજ ખેલાડીઓથી મળશે ટક્કર


 


ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી અને વર્તમાન વર્લ્ડ ટેસ્ટ રેન્કિંગના નંબર 1  ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ફેબ્રુઆરી મહિના માટે   આઇસીસી દ્વારા પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે.   જાડેજા સિવાય  3 ખેલાડીઓ કે જેઓ આ યાદીમાં શામેલ થયા છે તેમાં ઇંગ્લેન્ડની ટીમના બેટ્સમેન હેરી બ્રુક અને વેસ્ટ ઇન્ડીઝ બોલર ગુડાકેશ મોતીનો સમાવેશ થાય છે.