ભારતે ટેસ્ટ સિરીઝમાં ઐતિહાસિક જીત નોંધાવીને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. ખેલાડીઓના આ શાનદાર પ્રદર્શન બાદ હવે આનંદ મહિન્દ્રાએ ખેલાડીઓને ભેટ આપવાની જાહેરાત કરી છે. આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે તેઓ 6 ખેલાડીઓને મહિન્દ્રા થાર SUV ભેટમાં આપશે.

વધુ એક શાનદાર જીત બાદ ખેલાડીઓને વિશ્વભરમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. ત્યારે હવે આનંદ મહિન્દ્રાએ આ ખેલાડીઓને એસયૂવીની ભેટ આપવાની જાહેરાત કરી છે. મોહમ્મદ સિરાજ, ટી નટરાજન, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, શુભમન ગિલ અને નવદીપ સૈની એ 6 ખેલાડી છે જેને આનંદ મહિન્દ્રા ગિફ્ટ આપશે.

તમને જણાવીએ કે, આ પ્રથમ વખત નથી જ્યારે આનંદ મહિન્દ્રાએ કોઈ ખેલાડીને ભેટ આપી હોય. તેમણે પહેલા પણ ઘણી વખત આ રીતે ખેલાડીઓનું મનબોળ વધાર્યું છે. આનંદ મહિન્દ્રાએ આ પહેલા TUV 300 કિદાંબી શ્રીકાંતને 2017માં સિરીઝનું ટાઈટલ જીતવા પર ગિફ્ટમાં આપી હતી.


ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ સીરીઝ જીતમાં જ મહત્ત્વની ભૂમિકાની સાથે સાથે ભારતીય ક્રિકેટમાં એક નવો સ્ટાર ઉભરીને સામે આવ્યો છે. મોહમ્દ સિરાજની સૌથી મોટી સફળતા એ રીહ કે તે ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવવા છતાં ક્રિકેટની ઉંચાઈ સુધી પહોંચ્યો છે. ઓસ્ટ્રેલિાય પ્રવાસથી પરત ફર્યા બાદ સિરાજે પોતાના માટે બીએમડબલ્યૂ ખરીદી છે. સિરાજે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર નવી કારનો વીડિયો શેર કર્યો છે.