ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમે ટેસ્ટ સીરીઝમાં જે રીતે પ્રદર્શન કર્યું છે ત્યારબાદ તમામ લોકો ભારતીય ટીમના વખાણ કરી રહ્યા છે. ચાર ટેસ્ટ મેચની બોર્ડર -ગાવસ્કર ટ્રોફી દરમિયાન પ્રથમ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બધી બાજુ ભારતીય ટીમની આલોચના કરવામાં આવી રહી હતી. જ્યારે શુભમન ગિલના શાનદાર પ્રદર્શનને જોતા કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરે ભારતીય ટીમના આ ખેલાડીને લઈ ભવિષ્યવાણી કરી છે.




શુભમન ગિલને બતાવ્યો આગામી કેપ્ટન

સ્પોર્ટ્સ કીડા સાથે થયેલી વાતચીત દરમિયાન શશિ થરૂરનું કહેવું છે કે શુભમન ગિલ આવનારા સમયમાં વિરાટ કોહલી બાદ ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરશે. તેમનું કહેવું છે કે વિરાટ કોહલી બાદ શુભમન ગિલને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન કર્યું શાનદાર પ્રદર્શન

શુભમન ગિલે બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સીરીઝ દરમિયાન કુલ 6 ઈનિંગમાં 256 રન બનાવ્યા હતા. જેમાં તેણે બ્રિસબેનના ગાબાના મેદાન પર બીજી ઈનિંગમાં 91 રન બનાવ્યા હતા. શુભમન ઈંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ માટે પણ પસંદ કરાયો છે. રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળશે.