Rahul Dravid: ક્રિકેટની દુનિયામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, હાલના ભારતીય ટીમના કૉચ અને પૂર્વ સ્ટાર બેટ્સમેને રાહુલ દ્રવિડના દીકરાએ મોટો મુકામ હાંસલ કર્યો છે. રાહુલ દ્રવિડના દીકરા અન્વય દ્રવિડે કર્ણાટક ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે, એટલે કે અન્વય દ્રવિડ કર્ણાટક ટીમનો કેપ્ટન બની ગયો છે. અન્વય દ્રવિડ આ મુકામ પોતાના દમ પર હાંસલ કર્યો છે.
અન્વય દ્રવિડ કરેશે કર્ણાટક અંડર-14ની કેપ્ટનશીપ
ટીમ ઇન્ડિયાના ધ વૉલ રાહુલ દ્રવિડના દીકરા અન્વય દ્રવિડને ક્રિકેટ ફાવી ગઇ છે. હાલમાં રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાનો હેડ કૉચ છે અને દીકરો હવે કર્ણાટક ટીમનો કેપ્ટન બની ગયો છે.
અન્વય દ્રવિડને કર્ણાટકની અંડર 14 ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે, અન્વય દ્રવિડ એક ખતરનાક બેટ્સમેન છે, અને બૉલરોની ભરપુર ધુલાઇ કરવામાં માહિર છે. બેટિંગ ઉપરાંત અન્વય દ્રવિડ પોતાની વિકેટકીપિંગ માટે પણ જાણીતો છે. ઉલ્લેખનીય છે અન્વય દ્રવિડ પિતા રાહુલ દ્રવિડની જેમ ઓલરાઉન્ડર છે, બેટિંગની સાથે સાથે બૉલિંગ અને વિકેટકીપિંગ પણ કરી શકે છે.
અન્વય દ્રવિડના પિતા રાહુલ દ્રવિડનુ ટીમ ઇન્ડિયામાં ખુબ મોટુ યોગદાન છે, રાહુલ દ્રવિડની વાત કરીએ તો, રાહુલ દ્રવિડે 164 ટેસ્ટમાં 52.3 ની એવરેજથી 13288 રન બનાવ્યા છે, 344 વનડેમાં 10889 રન અને 1 T20I માં 31 રન બનાવ્યા છે. દ્રવિડની આંતરરાષ્ટ્રીય કેરિયરની વાત કરીએ તો તેને કુલ 146 ફિફ્ટી અને 48 સદીઓ ફટકારી છે, હાલના સમયમાં તે ભારતીય ટીમના હેડ કૉચની જવાબદારી નિભાવી રહ્યો છે.
--
Shubman Gill ODI Record: સચિન-સૌરવ ન કરી શક્યાં ગિલે કરી બતાવ્યું, આ મામલે બન્યો ભારતનો પ્રથમ ખેલાડી
વન ડે ઈન્ટનેશલમાં સૌથી વધુ ઝડપી 1000 રન બનાવનારા ખેલાડી
- 18 ઈનિંગ- ફખર જમાન, પાકિસ્તાન
- 19 ઈનિંગ- શુબમન ગિલ, ભારત અને ઈન્ઝમામ ઉલ હક – પાકિસ્તાન
- 21 ઈનિંગઃ વિવ રિચાર્ડ્સ- વેસ્ટ ઈન્ડિઝ, કેવિન પીટરસન- ઈંગ્લેન્ડ, જોનાથન ટ્રોટ –ઈંગ્લેન્ડ, ક્વિન્ટન ડી કોક – સાઉથ આફ્રિકા, બાબર આઝમ – પાકિસ્તાન, રુસિ ડુસેન – સાઉથ આફ્રિકા