South Africa Team Against England For ODI Series: ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ વનડે મેચોની સીરીઝ માટે પોતાની વનડે ટીમની જાહેરાત કરી દીધી છે. સીએસએ દ્વારા જાહેર કરવામાં 16 સભ્યોની ટીમમાં ફાસ્ટ બૉલર સિસાન્દા મગાલાની વાપસી થઇ છે, વળી, ઇંગ્લેન્ડ વિરુદ્ધ સીરીઝ માટે હાર્ડ હિટિંગ બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસની પસંદગી પર વિચાર નથી કરવામાં આવ્યો. બ્રેવિસ સાઉથ આફ્રિકાની ટી20 લીગમાં હાલના સમયમાં સર્વાધિક રન બનવવાના મામલામાં ત્રીજા નંબર પર છે. દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે સીરીઝની શરૂઆત આગામી 27 જાન્યુઆરીથી થશે. સીરીઝની પહેલી મેચ બ્લૉએમફૉન્ટેનમાં રમાશે.  


સિસાન્દા મગાલાની વાપસી - 
32 વર્ષીય ફાસ્ટ બૉલર સિસાન્દા મગાલાની એક વર્ષ બાદ સાઉથ આફ્રિકન વનડે ટીમમાં વાપસી થઇ છે, તેને પોતાની છેલ્લી વનડે મેચ 23 જાન્યુઆરી, 2022એ ભારત વિરુદ્ધ કેપટાઉનમાં રમી હતી. તે પછી તેને ટીમમાંથી ડ્રૉપ કરી દેવાયો હતો. જોકે હવે એક વર્ષ બાદ સિસાન્દા મગાલાની સાઉથ આફ્રિકાની વનડે ટીમમાં વાપસી થઇ છે.


ખાસ વાત છે કે આ સમયે સિસાન્દા મગાલાએ ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યુ અને તેની ફરી એકવાર નેશનલ ટીમમાં વાપસી થઇ છે. હાલમાં જ તે સાઉથ આફ્રિકાની ટી20 લીગ પણ રમી રહ્યો હતો. હાલની લીગમાં તે સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં ત્રીજા નંબરનો બૉલર છે. 


 


Hashim Amla Retirement: સાઉથ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર હાશિમ અમલાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી જાહેર કરી નિવૃતિ


અમલાએ ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી દીધું


નિવૃત્તિની જાહેરાત કરતા દક્ષિણ આફ્રિકાના અનુભવી બેટ્સમેન હાશિમ અમલાએ કહ્યું કે 'મારી પાસે ઓવલ મેદાનની અદ્ભુત યાદો છે. એલેક સ્ટુઅર્ટ અને સમગ્ર સરે સ્ટાફ, ખેલાડીઓ અને સભ્યોનો હું નિષ્ઠાપૂર્વક આભાર માનું છું. હું સરેને શુભેચ્છા પાઠવું છું અને ઘણી વધુ ટ્રોફી જીતવાની આશા રાખું છું.


અમલાની કારકિર્દી શાનદાર રહી


39 વર્ષીય દક્ષિણ આફ્રિકાના અનુભવી ખેલાડી હાશિમ અમલાની કારકિર્દી શાનદાર રહી છે. જો આપણે અમલાના આંતરરાષ્ટ્રીય કરિયરના આંકડાઓ પર નજર કરીએ તો, તેણે દક્ષિણ આફ્રિકા માટે 124 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 9,282 રન બનાવ્યા છે. આ દરમિયાન અમલાએ 28 સદી અને 41 અડધી સદી ફટકારી હતી. તે પોતાના દેશ માટે ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. તેણે ટેસ્ટમાં 311 રનની અણનમ ઇનિંગ રમી હતી.


અમલાએ ટેસ્ટ સિવાય વનડેમાં દક્ષિણ આફ્રિકા માટે 181 મેચ રમી છે. આ દરમિયાન તેણે 8,113 રન બનાવ્યા છે. તેણે વનડેમાં 27 સદી અને 39 અડધી સદી ફટકારી છે. અમલાએ 44 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં દક્ષિણ આફ્રિકાનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. આ દરમિયાન તેણે 1277 રન બનાવ્યા છે.


અમલાનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ છે. તેણે 265 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 57 સદી અને 93 અડધી સદીની મદદથી 19,521 રન બનાવ્યા છે.