એડિલેડઃ ઇગ્લેન્ડના કેપ્ટન જો રૂટ એશિઝ ટેસ્ટ સીરિઝમાં શાનદાર ફોર્મમાં છે. તેણે બ્રિસ્બેનમાં અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામેની ડે નાઇટ ટેસ્ટમાં પણ મોરચો સંભાળ્યો છે. તે અડધી સદી ફટકારી રમતમાં છે. ત્રીજા દિવસે ડિનર બ્રેક સુધી તેણે 103 બોલમાં અણનમ 57 રન બનાવી લીધા છે. આ દરમિયાન તેણે સચિન તેંડુલકરનો એક રેકોર્ડ તોડી નાખ્યો છે.
ઇગ્લેન્ડના કેપ્ટન જો રૂટે એક કેલેન્ડર યરમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવવા મામલામાં મહાન ભારતીય બેટ્સમેન સચિનને પાછળ છોડી દીધો હતો. એટલું જ નહી તેણે 2021માં 1600 રન પણ પુરા કરી લીધા છે. કેલેન્ડર યરમાં આવું કરનાર દુનિયાનો ચોથો બેટ્સમેન બની ગયો છે.સચિને 2010માં 14 ટેસ્ટની 23 ઇનિંગમાં 78.10ની એવરેજથી 1562 રન ફટકાર્યા હતા. જેમાં સાત સદી સામેલ છે.
બીજી તરફ રૂટે 2021માં 14 મેચની 26 ઇનિંગમાં 1600થી વધુ રન ફટકાર્યા છે. જેમાં તેના નામે છ સદી સામેલ છે. એડિલેટ ટેસ્ટના ત્રીજા દિવસે તે રમતમાં છે.
કેલેન્ડર યરમાં સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ પાકિસ્તાના પૂર્વ બેટ્સમેન મોહમ્મદ યુસુફના નામે છે. તેણે વર્ષ 2006માં 1788 રન બનાવ્યા હતા. જ્યારે બીજા નંબર પર વેસ્ટ ઇન્ડિઝના વિવિયન રિચાર્ડ્સ છે જેણે વર્ષ 1976માં 1710 રન ફટકાર્યા હતા. બાદમાં ગ્રીમ સ્મિથનો નંબર આવે છે જેણે 2008માં 1656 રન ફટકાર્યા હતા. ચોથા નંબર પર જો રૂટનો આવે છે જેણે વર્ષ 2021માં 1600 રન ફટકાર્યા છે.
ગુજરાતના આ શહેરમાં થઈ ઓમિક્રોનની એન્ટ્રી, નવા 2 કેસ નોંધાયા, જાણો વિગતો
Omicron Lockdown: ઓમિક્રોનની ચેઇન તોડવા આ દેશમાં લગાવાશે લોકડાઉન ? જાણો વિગત
Year Ender: આ છે આ વર્ષની T20ની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન, વિરાટ-રોહિતને નથી મળ્યું સ્થાન
Gujarat Corona : ગુજરાતની સ્કૂલોમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ, અમદાવાદના 4 વિદ્યાર્થી પોઝિટીવ