Steve Smith On Alex Carey Haircut Viral News: એશિઝ શ્રેણી આખરે તેના અસલી રંગમાં આવી ગઈ છે. હવે શ્રેણી હંમેશાની માફક માત્ર મેદાન પરના પ્રદર્શન પુરતી ના રહેતા મેદાન બહારન પણ ખુબ જ રસપ્રદ તબક્કામાં પહોંચી ગઈ છે.  વિવાદોને કારણે જે હંમેશા આ ઐતિહાસિક શ્રેણીનો ભાગ રહ્યો છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણીમાં જોરદાર ટક્કર છે, પરંતુ હવે વિવાદો પણ તેનો એક ભાગ બની ગયા છે.


ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની લોર્ડ્સ ટેસ્ટના છેલ્લા દિવસે એલેક્સ કેરીએ ઈંગ્લેન્ડના બેટ્સમેન જોની બેયરસ્ટોને જે રીતે સ્ટમ્પ આઉટ કર્યો તેને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સથી લઈને ટીમના અન્ય ખેલાડીઓ, મીડિયા અને ઈંગ્લેન્ડના ચાહકોએ તેના પર રમતની ભાવનાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.


આ વિવાદ હજી તો શાંત પણ નથી થયો ત્યાં એલેક્સ કેરી ફરી એકવાર વિવાદમાં સપડાયો છે. ઓસ્ટ્રેલિયાનો વિકેટકીપર એલેક્સ કેરી પર હવે પૈસા આપ્યા વગર હેરકટ કરવાનો આરોપ લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરીએ ઈંગ્લેન્ડના સલૂનમાં પોતાના વાળ કપાવ્યા હતાં પરંતુ સલૂનના માલિકને પૈસા જ નહોતા આપ્યા. ઈંગ્લેન્ડનું અખબાર ધ સને આ દાવો કર્યો છે. ઈંગ્લેન્ડના અખબાર ધ સન અનુસાર, એલેક્સ કેરીએ સલૂનમાં પોતાના વાળ કપાવ્યા હતા. એ સલૂનમાં એલેક્સ કેરીના વાળ કાપવનાર વાળંદનું નામ એડમ છે. આ અખબારે દાવો કર્યો છે કે, એલેક્સ કેરીએ એડમને તેના વાળ કાપ્યા બાદ બાદ 30 ડોલર આપ્યા નથી. જે બાદ એડમે એલેક્સ કેરીને સોમવાર સુધીની સમયમર્યાદા આપી છે. બાર્બરે કેરીને સોમવાર સુધીમાં 30 પાઉન્ડ એટલે કે લગભગ 3000 રૂપિયા આપવાની ચેતવણી પણ આપી હતી.




ધ સનના દાવા પર સ્ટીવ સ્મિથે શું કહ્યું?


હવે ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટીવ સ્મિથે ધ સનના દાવાઓને સંપૂર્ણ રીતે ફગાવી દીધા છે. ખરેખર, સ્ટીવ સ્મિથે થ્રેડ્સ પર ધ સનના સમાચારનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. સ્ટીવ સ્મિથે કેપ્શનમાં લખ્યું છે કે, હું આ દાવા સાથે કહી શકું છું કે અમે લંડનમાં છીએ ત્યારથી એલેક્સ કેરીએ તેના વાળ કપાવ્યા જ નથી. જેથી મહેરબાની કરીને તમારી માહિતીમાં સુધારો કરો... જો કે, ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી સ્ટીવ સ્મિથના થ્રેડો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. 


ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે હેડિંગ્લેમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. હાલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 2 ટેસ્ટ મેચ બાદ 2-0થી આગળ છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બે ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. જોકે, યજમાન ઈંગ્લેન્ડની નજર ત્રીજી ટેસ્ટ જીતીને શ્રેણીમાં વાપસી કરવા પર રહેશે. જ્યારે કાંગારૂ ટીમ 5 ટેસ્ટ શ્રેણીમાં નિર્ણાયક ધાર મેળવવા ઈચ્છશે.


https://t.me/abpasmitaofficial