નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બૉલર આશિષ નેહરાએ 15 વર્ષ બાદ એક ભૂલી સ્પષ્ટતા કરતા પોતાના વ્યવહારને ખરાબ ગણાવ્યો છે, ખરેખરમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં નેહરા ધોનીને મેદાન પર ગાળો આપતો દેખાઇ રહ્યો છે.

નેહરાએ એક અંગ્રેજી મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં યાદોને વગોળતા જણાવ્યુ કે, આ વીડિયો ખરેખરમાં 2005નો છે, જ્યારે ધોની ટીમ ઇન્ડિયાનો કેપ્ટન ન હતો. નેહરાએ ખુલાસો કરતા કહ્યું કે, આ મેચ વિશાખાપટ્ટનમની નથી આ અમદાવાદમાં રમાયેલી ચોથી વન ડે હતી, આ સીરીઝ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહી હતી.

મેચમાં જ્યારે સ્લિપમાં રાહુલ દ્રવિડ અને ધોનીની વચ્ચેથી આફ્રિદીને એક કેચ છુટ્યો હતો, જેના કારણે હુ ધોનીને ગાળો આપવા લાગ્યો હતો.



ખરેખરમાં બન્યુ એવુ કે12 એપ્રિલ 2005માં પાકિસ્તાન સામેની મેચમાં આના પહેલાના બૉલ પર આફ્રિદીએ મને છગ્ગો ફટકાર્યો હતો, આફ્રિદીએ મેચમાં 23 બૉલમાં 40 રનની તાબડતોડ ઇનિંગ રમી હતી, આ કેચ આફ્રિદી 10 રને હતો ત્યારે છુટ્યો હતો, કેચ છુટવાથી હુ ધોની પર ગુસ્સે થઇ ગયો હતો અને ગાળો આપવા લાગ્ય હતો, જોકે, મેચ બાદ અમને કોઇપણ ન હતુ બોલ્યુ કેમકે મેચમાં આવુ થતુ રહે છે.



જોકે, છેલ્લે લક્ષ્મીપતી બાલાજીએ આફ્રિદીને સચીનના હાથમાં ઝીલાવી દીધો હતો. ભારતને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

આશિષ નેહરાએ કહ્યું કે મારા સ્વીકારવુ જોઇએ કે મેં તે સમયે ખરાબ વર્તન કર્યુ હતુ, આ વીડિયો આજે પણ ખુબ પૉપ્યુલર છે કેમકે તેમાં ધોની છે.