Virender Sehwag Trolled Pakistani Journalist: ભારતના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ તેના ફની ટ્વિટ્સ માટે જાણીતો છે. ત્યારે હવે સેહવાગે ટ્વિટર પર પાકિસ્તાની પત્રકારને ટ્રોલ કર્યો છે. આ પાકિસ્તાની પત્રકારનું નામ જામ હમીદ છે, તાજેતરમાં જ તેણે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતવા બદલ પાકિસ્તાની એથલીટ અરશદ નદીમને અભિનંદન આપતા ટ્વીટ કર્યું હતું. આ જ ટ્વીટમાં તેણે ભૂલથી ભારતના સ્ટાર જૈવલીન થ્રોઅર નીરજ ચોપરાની જગ્યાએ આશિષ નેહરાને જૈવલીન થ્રોઅર ગણાવીને નેહરાની સરખામણી અરશદ નદીમ સાથે કરી હતી. આ ટ્વીટ બાદ ઝૈદને ભારતમાં જોરદાર ટ્રોલ કરવામાં આવ્યો હતો. ભારતમાં તેમનું ટ્વિટર એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
નીરજ ચોપરાની જગ્યાએ આશિષ નેહરાનું નામ લખ્યુંઃ
પાકિસ્તાની પત્રકાર ઝૈદ હમીદે ટ્વિટર પર ટ્વિટ કરીને લખ્યું કે, આ જીતને વધુ મીઠી બનાવે છે તે એ છે કે આ પાકિસ્તાની એથ્લેટે ભારતીય ભાલા ફેંકનાર આશિષ નેહરાને તબાહ કરી દીધો છે. છેલ્લી મેચમાં આશિષે અરશદને હરાવ્યો હતો.
સેહવાગે પાકિસ્તાની પત્રકારને જોરદાર ટ્રોલ કર્યોઃ
પાકિસ્તાની પત્રકાર જૈમ હામિદની આ ભૂલ બાદ સેહવાગે તેને ટ્રોલ કર્યો હતો. આ ટ્વીટનો સ્ક્રીનશોટ શેર કરતા સહેવાગે લખ્યું છે કે ચિચા, આશિષ નેહરા હાલમાં યુકેના વડાપ્રધાન પદની ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. એટલે શાંતિ રાખો. સેહવાગ બાદ જૈમ હમીદને ભારતમાં ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે કોમનવેલ્થ ગેમ્સ 2022માં પાકિસ્તાનના અરશદ નદીમે 90.18 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ભારતીય સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાના રેકોર્ડને પણ તોડી દીધો હતો. નીરજનો રેકોર્ડ 89.94 મીટર ભાલો ફેંકવાનો છે.
આ પણ વાંચોઃ
RBIએ આ બેન્કનું લાયસન્સ કર્યું રદ, છ સપ્તાહમાં બેન્ક થઇ જશે બંધ, શું તમારું તો એકાઉન્ટ નથી ને ?
'જીન્સ ના પહેર, હવે તારા લગ્ન થઇ ગયા છે...' પતિએ ટોકતા પત્નીએ કરી દીધી હત્યા