નવી દિલ્હીઃ ટી-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ક્રિકેટ ટીમને નવો સુકાની મળી શકે છે. વર્તમાન સુકાની વિરાટ કોહલીએ UAEમાં રમાયેલી માર્કી ઈવેન્ટ બાદ ભારતના T20 કેપ્ટન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.


આ બધાની વચ્ચે ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર આશિષ નેહરાની વિરાટ કોહલીની જગ્યાએ આગામી T20 સુકાની પદે પોતાની પસંદગી મુદ્દે વાત કરી છે. નેહરા માને છે કે જસપ્રીત બુમરાહને ટુંકા ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરવાની તક આપવી જોઈએ. કારણ કે તે ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં રમનાર એકમાત્ર ખેલાડી છે, જ્યારે કેએલ રાહુલ અને ઋષભ પંતને એક યા બીજા ફોર્મેટમાં વિવિધ કારણોસર રમવાનું ચૂકવું પડ્યું છે. 


રોહિત શર્મા પછી, અમે ઋષભ પંત અને કેએલ રાહુલના દાવેદારો તરીકે નામ સાંભળી રહ્યા છીએ. રિષભ પંતે વિશ્વભરમાં પ્રવાસ કર્યો છે પરંતુ તે ડ્રિંક્સ પણ લઈ ચૂક્યો છે અને તે પહેલા ટીમમાંથી બહાર પણ રહ્યો છે. કેએલ રાહુલ ટેસ્ટ ક્રિકેટમાં પાછો ફર્યો છે. કારણ કે મયંક અગ્રવાલ ઈજાગ્રસ્ત હતો. તેથી જસપ્રિત બુમરાહ પણ એક વિકલ્પ હોઈ શકે છે. જેમ કે અજય જાડેજાએ કહ્યું, તે મજબૂત છે, ટીમમાં નિશ્ચિત છે અને હંમેશા તમામ ફોર્મેટ માટે 14માં છે. તે નિયમ પુસ્તકમાં ક્યાંય લખાયેલું નથી. કે ઝડપી બોલરો કેપ્ટન બની શકતા નથી," નેહરાએ ક્રિકબઝને કહ્યું.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્મા અને કેએલ રાહુલ ભારતની T20 કેપ્ટનશિપ માટે સૌથી આગળ છે. જોકે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) એ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, અહેવાલો એ પણ સૂચવે છે કે બોર્ડ આવતા અઠવાડિયે નવા કેપ્ટનની જાહેરાત કરી શકે છે. જ્યારે તે ન્યુઝીલેન્ડ સામેની ઘરેલું T20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરશે.