નવી દિલ્હીઃ આઇસીસી ટી20 વર્લ્ડકપ ચાલી રહ્યો છે, અત્યારે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઇ રહી છે. ભારત માટે આજે મહત્વની મેચ છે, ભારતની મેચ નથી છતાં આજની મેચ ભારત માટે ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે ખુબ મહત્વની છે. ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી છે, પ્રથમ વિકેટો ટપોટપ પડી જતાં ભારત માટે ખુબ ખરાબ સામાચાર સામે આવી રહ્યાં છે. જો આજની મેચમાં અફઘાનિસ્તાન હારી જશે તો અફઘાનિસ્તાન તો ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે પરંતુ સાથે સાથે ભારતીય ટીમનો સફર પણ પુરો થઇ જશે, અને ગૃપ 2માંથી પાકિસ્તાનની સાથે ન્યૂઝીલેન્ડ સેમિ ફાઇનલ માટે ક્વૉલિફાય કરી લેશે.
શું છે ભારત માટે ખરાબ સમાચારઆજની મેચ અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહી છે, આજની મેચમાં શરૂઆત આંકડા જોઇએ તો અફઘાનિસ્તાનની બેટિંગ ખરાબ ચાલી રહી છે, અને જો વિકેટો ગુમાવીને ઓછો સ્કૉર કરશે તો કિવી ટીમ આસાનીથી આ મેચ જીતી લેશે, અને કિવી ટીમ સેમિ ફાઇનલમાં ક્વૉલિફાય કરી લેશે. આજની મેચમાં અફઘાનિસ્તાનની ટીમે મોટો સ્કૉર કરવો પડશે, અને નહીં કરે તો ભારત માટે આ સૌથી ખરાબ સમાચાર ગણાશે.
આઇસીસી ટી20 વર્લ્ડકપ ચાલી રહ્યો છે, અત્યારે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઇ રહી છે. ભારત માટે આજે મહત્વની મેચ છે, ભારતની મેચ નથી છતાં આજની મેચ ભારત માટે ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે ખુબ મહત્વની છે. ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી છે, પ્રથમ વિકેટો ટપોટપ પડી જતાં ભારત માટે ખુબ ખરાબ સામાચાર સામે આવી રહ્યાં છે. જો આજની મેચમાં અફઘાનિસ્તાન હારી જશે તો અફઘાનિસ્તાન તો ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે પરંતુ સાથે સાથે ભારતીય ટીમનો સફર પણ પુરો થઇ જશે, અને ગૃપ 2માંથી પાકિસ્તાનની સાથે ન્યૂઝીલેન્ડ સેમિ ફાઇનલ માટે ક્વૉલિફાય કરી લેશે.
શું છે ભારત માટે ખરાબ સમાચારઆજની મેચ અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહી છે, આજની મેચમાં શરૂઆત આંકડા જોઇએ તો અફઘાનિસ્તાનની બેટિંગ ખરાબ ચાલી રહી છે, અને જો વિકેટો ગુમાવીને ઓછો સ્કૉર કરશે તો કિવી ટીમ આસાનીથી આ મેચ જીતી લેશે, અને કિવી ટીમ સેમિ ફાઇનલમાં ક્વૉલિફાય કરી લેશે. આજની મેચમાં અફઘાનિસ્તાનની ટીમે મોટો સ્કૉર કરવો પડશે, અને નહીં કરે તો ભારત માટે આ સૌથી ખરાબ સમાચાર ગણાશે.
અફઘાનિસ્તાને ટૉસ જીત્યો, પહેલા બેટિંગટી20 વર્લ્ડકપની મેચમાં અફઘાનિસ્તાનની ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનુ પસંદ કર્યુ છે, જ્યારે કિવીઓને પહેલા બૉલિંગ કરવા માટે આમંત્રણ આપ્યુ છે. આજની મેચ શેખ જાયેદ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ટકી રહેવા માટે અફઘાનિસ્તાનને આજે જીતની જરૂર છે, જો હારશે તો ન્યૂઝીલેન્ડ સીધુ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લેશે. અફઘાનિસ્તાનની જીતથી ભારતને પણ સેમિ ફાઇનલમાં પહોંચવાનો રસ્તો વધુ સરળ બની જશે.
અફઘાનિસ્તાનની ફૂલ સ્ક્વૉડ મોહમ્મદ શેહઝાદ (વિકેટકીપર), મોહમ્મદ નબી (કેપ્ટન), હઝરતુલ્લાહ ઝઝાઇ, રહમનુલ્લાહ ગુરબાઝ, ગુલબાદ્દીન નઇબ, નઝીબુલ્લાહ ઝાદરાન, કરિમ જનત, રાશિદ ખાન, શરાફુદ્દીન અસરફ, નવીન ઉલ હક, હમીદ હસન, મુઝીબ ઉર રહેમાન, હસમતુલ્લાહ શાહિદી, ફરિદ અહેમદ, ઉસ્માન ગની.
ન્યૂઝીલેન્ડની ફૂલ સ્ક્વૉડકેન વિલિયમસન (કેપ્ટન), ડેવોન કૉનવે (વિકેટકીપર), માર્ટીન ગપ્ટિલ, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નિશામ, મિશેલ સેન્ટનર, એડમ મિલ્ને, ટિમ સાઉથી, ઇશ સોઢી, ટ્રેન્ટ બૉલ્ટ, ટૉડ એસલ, કાયલી જેમિસન, ટિમ સેઇફર્ટ, માર્ક ચેપમેન.
ટીમ ઇન્ડિયાએ નામિબિયાને પણ હરાવવુ જરરૂીખાસ વાત છે કે, જો આજે અફઘાનિસ્તાન આજે ન્યૂઝીલેન્ડને હરાવશે, અને આવતીકાલે ભારતીય ટીમ નામિબિયાને હરાવશે તો પૉઇન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને ભારત ત્રણેય એક સરખા 6-6-6 પૉઇન્ટ સાથે આવી જશે. આવી સ્થિતિમાં નેટ રનરેટથી સેમિ ફાઇનલની ટીમ નક્કી થશે.
સેમી ફાઇનલમાં પહોંચવા માટેનું સમીકરણજો ભારત હવે સેમીફાઈનલમાં પહોંચવા ઈચ્છે છે તો તેણે આશા રાખવી પડશે કે અફઘાનિસ્તાનની ટીમ ન્યુઝીલેન્ડને હરાવે, અને અફઘાનિસ્તાનનો નેટ રનરેટ ઓછો રહે, જો અફઘાનિસ્તાનનો રન રેટ વધી જશે તો ભારતીય ટીમે નામિબિયાને વધુ માર્જિનથી હરાવીને રનરેટમાં વધારો કરવો પડશે, જો ભારતીય નામિબિયા સામે જીતશે પરંતુ નેટ રનરેટમાં વધારો નહીં કરી શકે તો ટીમ ઇન્ડિયા સેમિ ફાઇનલની રેસમાંથી ઓટોમેટિક નીકળી જશે.
નેટ રનરેટ પર એક નજરપાકિસ્તાનની ટીમ ચાર મેચ જીતીને આઠ પોઈન્ટ સાથે પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ હાલમાં (+1.277) નેટ રનરેટથી બીજા સ્થાન માટે પ્રબળ દાવેદાર છે. જો કે ભારતીય ટીમનો રન રેટ હવે વધીને +1.62 થઈ ગયો છે જે અફઘાનિસ્તાન (+1.481) અને ન્યુઝીલેન્ડ (+1.277) બંને કરતા વધારે છે, પરંતુ પોઈન્ટની દ્રષ્ટિએ ટીમ ઈન્ડિયા હજુ પણ ન્યુઝીલેન્ડથી પાછળ છે.