Bollywood Celebs Reaction On Team India's Win: એશિયા કપની ગઇકાલે રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ વૉલ્ટેજ મેચમાં ભારતીય ટીમે છેલ્લી ઓવરમાં જીત હાંસલ કરી હતી. આ મેચ એટલી બધી રોમાંચક હતી કે કોઇપણ ટીમ જીતી શકતી હતી, પરંતુ ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વિનિંગ સિક્સ ફટકારીને ટીમને પ્રથમ મેચમાં જીત અપાવી વિજયી શરૂઆત કરાવી હતી. દુબઇની જીત સાથે જ ભારતમાં જશ્નનો માહોલ અડધી રાત્રે જામ્યો હતો. 


હાર્દિકની સિક્સ સાથે જ ભારતના જીતનો જશ્ન ભારતવાસીઓ સહિત બૉલીવુડ સેલેબ્સે પણ શાનદાર રીતે મનાવ્યો હતો, સ્ટાર એક્ટર કાર્તિક આર્યન, આયુષ્યમાન ખુરાનાથી લઇને અભિષક બચ્ચન સુધીના હીરોએ ખાસ રીતે સેલિબ્રેટ કર્યો હતો. તેમની ખુશી સોશ્યલ મીડિયા પર સ્પષ્ટ રીતે દેખાતી હતી.


હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાની પ્રસંશા કરતા અર્જૂન રામપાલે લખ્યું- યસસસસ ઇન્ડિયા.... ક્યા ગેમ થા. હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા શુક્રિયા. ઇન્ડિયા રૉક્સ. 






અભિષેક બચ્ચને કર્યુ ટ્વીટ 
ભારત-પાકિસ્તાનની મેચ હોય અને અભિષેક બચ્ચન કેવી રીતે દુર રહી શકે છે, જીત પર તેને ટ્વીટ કર્યુ- યસસસસ... કમૉન. સાથે જ બ્લૂ હાર્ટની ઇમૉજી શેર કરી. 






કાર્તિક આર્યને શેર કર્યો વીડિયો 
કાર્તિક આર્યને હાર્દિક પંડ્યાનો એક વીડિયો શેર કર્યો જેમાં તે ચોગ્ગા-છગ્ગા ફટકારતો દેખાઇ રહ્યો છે, તેને વીડિયો શેર કરતા લખ્યુ- હું ભારતને જીતવાની પ્રાર્થના કરતો રહ્યો આખા દિવસ. હાર્દિક રુહ બાબા. 






આયુષ્યમાન ખુરાનાનુ સેલિબ્રેટ 
આયુષ્યમાન ખુરાના આજકાલ પોતાની આવનારી ફિલ્મ ડ્રીમ ગર્લ 2નું શૂટિંગ મથુરામાં કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે અનન્યા પાંડે લીડ રૉલમાં છે. આયુષ્યમાને ડ્રીમ ગર્લ 2ની ટીમ સાથે આ જીતનો જશ્ન સેલિબ્રેટ કર્યો. વીડિયોમાં આયુષ્યમાન બેટિંગ કરતો દેખાઇ રહ્યો છે, તેને લેટેસ્ટ ટ્રેન્ડને ફોલો કરતાં આખી ટીમની સાથે કાલા ચશ્મા ગીત પર ડાન્સ ક્રયો. આયુષ્માને વીડિયો શેર કરતા લખ્યુ- જીત ગયા ઇન્ડિયા...