દુબઇઃ એશિયા કપ 2022માં પાકિસ્તાનને હરાવીને ટીમ ઈન્ડિયાએ મેળવેલી જીતે દેશવાસીઓને નાચવાનો મોકો આપ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાયેલી મેચમાં ભારતે પાંચ વિકેટે જીત મેળવી હતી. તમામ લોકો ભારતની જીતની શુભેચ્છા પાઠવી રહ્યા હતા. પાકિસ્તાન પર ભારતની જીત બાદ સોશિયલ મીડિયા પર અનેક મિમ્સ વાયરલ થઇ રહ્યા છે.






ભારતની જીતની ઉજવણી


હાર્દિકની શાનદાર બેટિંગના કારણે ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. ભારતે પાકિસ્તાનને આપેલા 148 રનના ટાર્ગેટને હાંસલ કર્યો હતો અને ગયા વર્ષે T20 વર્લ્ડ કપ દરમિયાન મળેલી હારનો બદલો લીધો હતો. ભારતની આ જીત બાદ લોકોએ ભવ્ય ઉજવણી કરી હતી. દેશના ખૂણે ખૂણે ફટાકડા ફૂટવા લાગ્યા, સેલેબ્સ પણ આનંદથી નાચવા લાગ્યા હતા. લોકો સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાને અભિનંદન આપવા લાગ્યા હતા.






ભારતની જીતની ઉજવણી કરતા ફની મીમ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ક્યાંક જેઠાલાલ ખુશીથી નાચી રહ્યા છે તો ક્યાંક પાકિસ્તાનની ઝાટકણી કાઢી રહ્યા છે. ટીમ ઈન્ડિયાની આ જીત પર સેલેબ્સે પણ પ્રતિક્રિયા આપી છે. કાર્તિક આર્યન, આયુષ્માન ખુરાના, અશોક પંડિત, શરદ કેલકર, કમલ રાશિદ ખાન, અર્જુન રામપાલ સહિત ઘણા સેલેબ્સના રિએક્શન સામે આવ્યા છે.














 


Review: 2022 ટોયોટા અર્બન ક્રૂઝર Hyryder માં શું છે ખાસ ? ખરીદતાં પહેલા વાંચો આ રિવ્યૂ


IND vs PAK: સલમાન, જોનથી લઈને શાહરુખ સુધીના સ્ટારની આ ફિલ્મોમાં જોવા મળ્યો IND vs PAK મેચનું જુનુન


Congress President Election: કોણ બનશે કૉંગ્રેસના નવા અધ્યક્ષ, 17 ઓક્ટોબરે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામ


Jioનો આ પ્લાન કરાવો રિચાર્જ, Disney+ Hotstar પર ફ્રીમાં જોઇ શકશો ભારત-પાકિસ્તાનની મેચ, જાણો વિગતે