Shane Watson On 2022 Asia Cup: એશિયા કપના માત્ર ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, આ પહેલા તમામ છ દેશોની ટીમોએ એશિયા કપ જીતવા માટે કમર કરી લીધી છે. આ બધાની વચ્ચે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર શેન વૉટસને એશિયા કપ 2022 માટે કઇ ટીમ જીતશે તેને લઇને મોટી ભવિષ્યવાણી કરી છે. શેન વૉટસનનુ માનનુ છે કે, 2022 એશિયા કપમાં 28 ઓગસ્ટે રમાનારી મેચમાં ભારત અને પાકિસ્તાનની મેચમાં જે જીતશે તે આ વખતે એશિયા કપનો વિનર પણ બનશે.


દુબઇમાં રવિવારે રમાનારી મેચમાં ક્રિકેટની દુનિયામાં સૌથી મોટા પ્રતિદ્વંદ્વની ફરી એકવાર ટક્કર થવા જઇ રહી છે. જ્યારે ભારત અને પાકિસ્તાન પોતાના એશિયા કપ ગૃપ એથી અભિયાનની શરૂઆત કરશે. 


શેન વૉટસને કહ્યું કે એશિયા કપની પહેલી મેચ બહુ જ ખાસ રહેવા જઇ રહી છે. કેમ કે પાકિસ્તાને અત્યાર પુરેપુરો વિશ્વાસ છે કે તે ભારતીય ટીમને હરાવી શકે છે, વાસ્તવમાં જે કોઇપણ આ મેચમાં જીતશે તે આગળ વધી જશે અને એશિયા કપ પણ જીતી જશે. શેન વૉટસનનુ માનવુ છે કે, આ મેચમાં જીતથી જે તે ટીમને આત્મવિશ્વાસ વધશે અને ટૂર્નામેન્ટ પોતાના નામે કરી લેશે.


ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ટી20 વર્લ્ડકપમાં બન્ને ટીમો આમને સામને ટકરાઇ હતી, જેમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ વખતે ટીમે કૉચ અને કેપ્ટન બન્નેને બદલીને નવી ટીમ પાકિસ્તાન સામે ઉતારી છે. જોકે, આ વખતની ટક્કર પણ બન્ને વચ્ચે બરાબરીને રહેવાનુ અનુમાન છે.


આ પણ વાંચો........ 


Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ


Post Office Policy: માત્ર 299 રૂપિયામાં મળશે 10 લાખ રૂપિયાનું વીમા કવર, જાણો શું છે સ્કીમ


Edible Oil: સિંગતેલના ભાવમાં ભડકો, પ્રથમવાર ડબ્બો 3000 રૂપિયાને પાર, જાણો ખાદ્યતેલમાં કેમ આવી તેજી


Liver Damage Symptoms :જો શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજી લો કે, આપનું લિવર થઇ ગયું છે સંપૂર્ણ ડેમેજ


7th Pay commission: શું નાણા મંત્રાલયે મોંઘવારી ભથ્થું વધારવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે? જાણો આ વાયરલ મેમોરેન્ડમનું સત્ય


Asia Cup 2022: પાકિસ્તાન મુસ્કેલીમાં, ભારત સામેની મેચ પહેલા વધુ એક ખતરનાક બૉલર થયો ઇજાગ્રસ્ત, જાણો


Mother Teresa Birthday: સમાજ પર બધુ ન્યોછાવર કરી દેનારી મધર ટેરેસાનો આજે જન્મદિવસ, જાણો 26 ઓગસ્ટની મહત્વની ઘટનાઓ