Asia Cup 2022: એશિયા કપ 2022ના સુપર-4 રાઉન્ડમાં ભારતની પાકિસ્તાન સામે કારમી હાર થઈ હતી. દુબઈમાં રવિવારે રમાયેલી આ મેચમાં પાકિસ્તાનનો 5 વિકેટે વિજય થયો હતો. મેચમાં એક સમયે ભારતને વાપસી કરવાનો મોકો હતો, પરંતુ અર્શદીપ સિંહે આસિફ અલીનો ખૂબ જ આસાન કેચ છોડ્યો હતો. 18મી ઓવરના ત્રીજા બોલ પર આ કેચ ડ્રોપ મેચનો ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવે છે. પાકિસ્તાને ભારત પર જીત મેળવતા જ ભારતીય ક્રિકેટ ચાહકોનો ગુસ્સો અર્શદીપ પર ફાટી નીકળ્યો હતો. અર્શદીપને જોરદાર ટ્રોલ કરવામાં આવ્યો હતો.














પ્રથમ બેટિંગ કરતા ભારતે કેએલ રાહુલ (28), રોહિત શર્મા અને વિરાટ કોહલી (60)ની જોરદાર ઇનિંગ્સના કારણે 7 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. આ ત્રણ બેટ્સમેન સિવાય અન્ય બેટ્સમેનો ટીમમાં વધુ યોગદાન આપી શક્યા ન હતા. હાર્દિક પંડ્યા શૂન્ય પર આઉટ થયો હતો જ્યારે રિષભ પંત માત્ર 14 રન બનાવી શક્યો હતો. આ બંને બેટ્સમેનોને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો પણ ભોગ બનવું પડ્યું હતું














ભારતીય ઇનિંગ્સના છેલ્લા બે બોલમાં મિસફિલ્ડિંગને કારણે 8 રન આપનાર ફખર ઝમાન પણ મેમ બની ગયો હતો.