Asia Cup 2022, India vs Pakistan: દુબઈમાં રમાયેલી એશિયા કપની બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ રમત બાદ પાકિસ્તાને 147 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લી ઓવરમાં માત્ર 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસિલ કર્યો.  હાર્દિક પંડ્યાએ સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી હતી.


ભારતની આ જીતનો હીરો હતો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા. હાર્દિકે પહેલા બોલિંગમાં ત્રણ વિકેટ લીધી અને પછી બેટિંગમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 33 રન બનાવ્યા. જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે ભારતે 15મી ઓવરમાં માત્ર 89 રનમાં પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી.


ટીમ ઈન્ડિયાની શરૂઆત ઘણી ખરાબ રહી હતી


પાકિસ્તાન તરફથી મળેલા 148 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. પહેલી જ ઓવરમાં ઓપનર કેએલ રાહુલ શૂન્ય રને આઉટ થયો હતો. તેને ડેબ્યૂ મેન નસીમ શાહે બોલ્ડ કર્યો હતો. આ પછી પાવર પ્લેમાં પાકિસ્તાની બોલિંગ ચોક્કસ લાઇન લેન્થ પર બોલિંગ કરતી રહી.


 


વિરાટ અને જાડેજાની શાનદાર બેટિંગઃ


ભારત માટે ઓપનિંગ કરવા આવેલા કેએલ રાહુલે પ્રથમ ઓવરમાં જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ રોહિત શર્મા અને વિરાટો કોહલીએ ટીમની બાજી સંભાળી હતી. રોહિત શર્માએ 12 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતાં કુલ 35 રન બનાવ્યા હતા જેમાં કોહલીએ 34 બોલમાં 1 સિક્સર અને 3 ચોક્કા ફટકાર્યા હતા. ત્યાર બાદ રવિન્દ્ર જાડેજા અને સુર્યકુમાર યાદવ બેટિંગ કરવા આવ્યા હતા. 


સુર્યકુમાર યાદવે 18 બોલમાં 18 રન બનાવીને નસીમ શાહના બોલ પર બોલ્ડ થયો હતો. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ 29 બોલમાં 35 રન બનાવીને ટીમ ઈન્ડિયાની જીતમાં પોતાનું યોગદાન આપ્યું હતું. આ સાથે જ હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 33 રન બનાવીને ભારતને જીત અપાવી હતી. હાર્દિક 17 બોલમાં 4 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારીને અણનમ રહ્યો હતો.


 


પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી ટીમ ઈન્ડિયાએ શુભેચ્છા આપીઃ


ભારતની પાકિસ્તાન સામેની આ શાનદાર જીત બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ લખ્યું કે, "ટીમ ઈન્ડિયાએ એશિયા કપની આજની મેચમાં ઓલ-રાઉન્ડ પ્રદર્શન કરીને શાનદાર જીત મેળવી છે. આ જીત બદલ ટીમને અભિનંદન"