Asia Cup 2022: એશિયા કપમાં ભારતે હોંગકોંગને 40 રને હરાવીને સુપર 4માં જગ્યા બનાવી લીધી છે. ભારતની જીતના હીરો સૂર્યકુમાર યાદવ રહેલો, જેને 26 બૉલમાં 68 રનોની તાબડતોડ ઇનિંગ રમી હતી, જોકે, સતત સારા પ્રદર્શન કરવા છતાં ટીમમાં સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ની જગ્યા ફિક્સ નથી થઇ રહી, આ વાતને લઇને હવે સૂર્યકુમાર યાદવે મોટુ નિવેદન આપ્યુ છે, તેને કહ્યું કે કોઇપણ નંબર પર બેટિંગ કરી શકે છે.
સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો, તેને કેટલા ખાસ શૉટ્સ ફટકારીને બધાને ચોંકાવી દીધા, તેને બેસ્ટ રીતે ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા. સૂર્યકુમાર યાદવ મેચ બાદ કહ્યું કે,- હું કોઇપણ નંબર પર બેટિંગ કરી શકું છું, જે પણ નંબર પર તમે કહો, હું કૉચ અને કેપ્ટનને કહી ચૂક્યો છું કે મને કોઇપણ નંબર પર બેટિંગ કરવા માટે મોકલી દો, બસ મને રમાડો.
ટીમના ઉપકેપ્ટન કેએલ રાહુલ ઇજાના બાદ વાપસી કરી રહ્યો છે, પરંતુ હજુ સુધી તે પોતાના દમ પ્રમાણે બેટિંગ નથી કરી શકતો. જોકે તેને હોંગકોંગ સામે 39 બૉલમાં 36 રન બનાવ્યા હતા, પરંતુ સારી રીતે ઇનિંગને પુરી ન હતી કરી શક્યો. આ બધાની વચ્ચે ટીમમાં આવનારા નવા નવા બેટ્સમેનો દ્વારા ટીમને વધુ મજબૂતી મળી રહી છે.
આ પણ વાંચો......
મોંઘવારીમાંથી મોટી રાહત! LPG સિલિન્ડર 100 રૂપિયા સુધી સસ્તું થયું, જાણો નવા રેટ
Modi Gujarat Visit : નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, જાણો શું છે તેમનો કાર્યક્રમ?